તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોના સંક્રમણના 28 કેસ, જિલ્લામાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 209

દાહોદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લામાં સાજા થયેલા 18 લોકોનેે ડિસ્ચાર્જ કરાયા

દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 28 કેસ નોંધાયા હતા.માહિતી મુજબ દાહોદ શહેર અને જિલ્લામાં તા.05 એપ્રિલ 2021ના રોજ Rtpcr ટેસ્ટના 532 સેમ્પલો પૈકી તમામ કેસ નેગેટિવ નોંધાયા હતા. તો રેપીડના 1372 સેમ્પલો પૈકી તમામ 28 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. મંગળવારે નોંધાયેલા નવા કેસ‌ પૈકી દાહોદ શહેર અને દાહોદ ગ્રામ્યના 5-5, દેવગઢ બારીયા, સંજેલી તથા લીમખેડાના 3-3, દે.બારીયા અર્બન, સીંગવડ તથા ગરબાડાના 2-2 અને ઝાલોદ ગ્રામ્ય, ધાનપુર અને ફતેપુરાના 1 -1 દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા.

આ સાથે જિલ્લામાં સાજા થયેલા 18 લોકોને ડિસ્ચાર્જ કરાતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 209 થઇ છે. દાહોદ શહેર અને જિલ્લાવાસીઓમાં કોરોના‌ સંદર્ભી વધુ લોકજાગૃતિ આવે તેવા હેતુથી દાહોદ તંત્ર દ્વારા માહિતી મેળવી દાહોદ ખાનગી હોસ્પિટલોમાં સંક્રમિત જાહેર થતા કે સારવાર પામતા લોકોના આંક પણ સરકારી આંકની સાથે બહાર પાડવામાં આવે તેવી લાગણી વહી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો