તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાફેરી:ઝાલોદના અનવરપુરા પાસેથી ટેમ્પામા લઈ જવાતો 2.72 લાખનો વિદેશી દારુ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારુ લાવનાર ઝડપાયા,મંગાવનારા સામે પણ ફરિયાદ નોંધાઈ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પાને ઉભો રખાવી તેમાં તલાશી લેતાં વિદેશી દારૂનો બોટલો નંગ. 2772 કિંમત રૂા.2,72,567ના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી તેઓની પાસેથી મોબાઈલ ફોન વિગેરે મળી તેમજ ટેમ્પાની કિંમત મળી કુલ રૂા.5,28,567નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામેથી રાજસ્થાન બાંસવાડા બાજુથી ઝાલોદ તરફ આવતાં હાઈવે ઉપર વોચ ગોઠવવામા આવી હતી. આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને અંદર સવાર ચાલક સહિત બે જણા અરવિંદભાઈ હેમચંદભાઈ નટ (રહે. સાબલા મુંગેડ આસપુર, તા.સાબલા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને સુરેશસિંહ ઉદેસિંગ સોલંકી (રહે. ગજસિંહ કી ભાગળ, તા. આમેટ, જિ. રાજસમંત, રાજસ્થાન) ની અટક કરી હતી.ટેમ્પાની તલાતી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 2772 કિંમત રૂા.2,72,765, ઝડપાયેલ બંન્ને ઈસમો પાસેથી મોબાઈલ ફોન અને ટેમ્પાની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા.5,28,567નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મનોરસિંગ બાપુ (રાણા) (રહે. રાણાકાગુડા નાગદ્વારા, જી. ઉદેપુર, રાજસ્થાન) અને સેરસા ઉર્ફે રાજુ ખટીક (રહે. ગોધરા) એ એકબીજાના મેળાપીપણામાં આ વિદેશી દારૂ ભરી આપ્યો અને મંગાવ્યો હોવાનું સામે આવતાં ઝાલોદ પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...