તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:થેરકા ગામમાં ઘરમાંથી 26,880નો દારૂ ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો

ઝાલોદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે થેરકા ગામે સામા બિજીયા કલારા તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોલીસે તેના ઘરે રેઇડ કરતાં પોલીસને જોઇ ઘર ખુલ્લુ મુકી ભાગી જતાં તે ઘરે મળી આવ્યો ન હતો.

જ્યારે ઘરમાં તપાસ કરતાં અંદરના રૂમમાં ખુણામાં સંતાડી રાખેલી પ્લાસ્ટીકના મીણીયા થેલામાં ભરી રાખેલી દારૂની પેટીઓ નંગ 6 તથા બિયરની એક પેટી મળી કુલ 7 પેટી મળી આવી હતી. જેને ખોલીને જોતા તેમાંથી રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીના 180 મીલીની પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ 288 તથા માઉન્ટ 6000 સુપર સ્ટ્રોન્ગ બિયરના 500 મી.લી.ના ટીન નંગ 24 મળી કુલ નંગ 312 જેની કિંમત 26,880ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ ઘરે હાજર નહીં મળી આવેલા સામા કલારા સામે ગુનો નોંધી ઝાલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો