તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના વધુ 25 કેસ નોંધાયા, 19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 3223ને પાર થઇ ગયો
 • લોકોની બેદરકારી જોતા આગામી સમયમાં કોરોના સંક્રમણ વધવાની સંભાવના

દાહોદમાં આજે એક સાથે 25 કોરોના દર્દીઓના વધુ સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 3223ને પાર થઈ ચુક્યો છે. કોરોના સંક્રમણના આંકડા જોતા ખાસ દાહોદ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 184 થઇ

હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોય દાહોદ શહેરના બજારોમાં લોકોના અવર, જવર અને ખરીદી માટે જિલ્લાની પ્રજાની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે બજારોમાં છડેચોક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સહિત માસ્ક વગર લોકો પણ નજરે પડી રહ્યાં છે. આ દ્રશ્યો આવનાર સમય માટે કોરોના સ્પ્રેડ વધુ ફેલાઈ શકે તેના પણ સંકેતો વ્યક્ત કરાઈ રહ્યાં છે.

અત્યાર સુધી કોરોનાથી કુલ 106 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

આર.ટી.પી.સી.આર.ના 1006 પૈકી 01 અને રેપીટ ટેસ્ટના 1263 પૈકી 24 મળી આજે 25 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 25 પૈકી દાહોદ અર્બન વિસ્તરમાંથી 09 કેસોનો સમાવેશ થાય છે. જ્યારે દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 06, ઝાલોદ અર્બનમાંથી 01, ઝાલોદ ગ્રામ્યમાંથી 02, દેવગઢ બારીઆ અર્બનમાંથી 01, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 01, લીમખેડામાંથી 02 અને ફતેપુરામાંથી 02 કેસ નોંધાયા છે. વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જે એક રાહતના સમાચાર પણ છે. આજે એક સાથે 19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટિવ કેસોની સંખ્યા 184 રહેવા પામી છે. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી કુલ 106 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો