21મીએ ચિત્ર સ્પષ્ટ:દાહોદજિલ્લામાં 81 ફોર્મ સામે ચકાસણીમાં 24 ફોર્મ અમાન્ય

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 57 માન્ય ફોર્મ સામે 45 ઉમેદવારો મેદાનમાં : 21મીએ ચિત્ર સ્પષ્ટ

દાહોદ જિલ્લામાં વિવિધ રાજકિય પાર્ટી અને અપક્ષ ઉમેદવારો દ્વારા 17મી તારીખ સુધી 81 ફોર્મ ભરવામાં આવ્યા હતાં. ત્યારે આ ફોર્મની ચકાસણી દરમિયાન તેમાંથી 24 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય ગણીને રદ કરવામાં આવ્યા છે.

આ ફોર્મ રદ થવા પાછળના કારણોમાં કેટલાંક લોકો ફોર્મ તો ભરી ગયા હતા પરંતુ તેમાં દરખાસ્ત કરનારા લોકોની સહિ જ ન હતી. તો કેટલીક જગ્યાએ એફીડેવિડ જ રજૂ થયેલી ન હતી. બે જગ્યાએ તો બીન માન્યતા પ્રાપ્ત પાર્ટીના નામે ભરાયેલા ફોર્મ રદ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં છેલ્લે-છેલ્લે ઉતાવળમાં ભરાયેલા ફોર્મ મહત્તમ રદ થયા હોવાનું જાણવા મળ્યું છે. 81 ફોર્મ માંથી 57 ફોર્મ માન્ય રહ્યા હતાં. જેમાં 45 ઉમેદવારો હાલ પુરતા મેદાનમાં છે. આ ફોર્મમાં ડમી ફોર્મનો પણ સમાવેશ થાય છે. સચોટ રીતે ભરેલા હોવાથી તે પણ માન્ય થયા હતાં. 21મી તારીખના રોજ આ ફોર્મ પાછા ખેંચાઇ જતાં અથવા કોઇ અપક્ષ સભ્ય ફોર્મ પાછુ ખેંચશે ત્યારે પીક્ચર ક્લીયર થાય તેમ છે.

ફોર્મની સ્થિતિ
બેઠક-ભરાયા-માન્ય- ઉમેદવાર
લીમખેડા-9-7-7
ફતેપુરા-11-8-8
ઝાલોદ-18-15-8
દાહોદ-15-7-7
ગરબાડા-17-9-9
દે.બારિયા-11-10-6

અન્ય સમાચારો પણ છે...