દાહોદ શહેરમાં સરકારી પોલીટેકનિક ખાતે જિલ્લા કક્ષાનાં મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના યજમાન પદે યોજાયેલ આ મેગા જોબ ફેર-2023માં દાહોદ જિલ્લાની કુલ ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એમ વિવિધ 13 કોલેજના કુલ 319 વિદ્યાર્થીઓએ આ મેગા જોબ-ફેરમાં ઉત્સાહપૂર્વક હાજર રહી ઈન્ટરવ્યું આપેલ હતા. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના હેતુથી તેમની સાથે તેમની કોલેજના પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 9.30 કલાકથી સાંજે 5 કલાક સુધી ચાલેલ આ મેગા પ્લેસમેન્ટ ફેરની ફલશ્રુતિ તરીકે હાજર રહેલ કુલ 17 કંપનીઓ દ્વારા કુલ 319 વિદ્યાર્થીઓનાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 239 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્લેસમેન્ટ ફેરને સફળ બનાવવા ઝોન-3ના ઝોનલ ઓફિસર અને સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના આચાર્ય ડો. કે. બી. જુડાલ, ઝોન-3 નોડ-6 નાં નોડલ ઓફિસર અને સરકારી પોલિટેકનિક, દાહોદના કાર્યકરી આચાર્યા કે. બી. મહેતાનાં સફળ માર્ગદર્શન હેઠળ પી. એમ. મહેતા, એસ. આર. સોલંકી, એસ. વાય. રગડીયા, ડો. પી. વી. સિંઘ, તમામ ખાતાના વડાઓ, ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ ઓફિસર એ.કે. ડામોર, એમ.એન. પટેલ અને સરકારી પોલીટેકનીક, દાહોદ તથા સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિવિધ અધ્યાપકગણ, કર્મચારીગણ તથા વિદ્યાર્થી-સ્વયંસેવક ોએ જહેમત ઉઠાવી હતી. ભારત દેશનાં વર્ષ 2023માં જી20 પ્રમુખ યજમાન પદની વિશેષ ઉજવણીનાં અંતર્ગત યુવાવિકાસ પ્રવૃતિનાં ભાગ રૂપે આ મેગા પ્લેસમેન્ટ ફેર યોજવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.