કાર્યવાહી:મેઘામુવાડીમાં ઘરમાંથી દારૂ-બિયરની 238 બોટલો મળી

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઇ બૂટલેગર ફરાર, રૂ 32,000નો જથ્થો જપ્ત

દેવગઢ બારિયાના મેઘામુવાડી ગામેથી બૂટલેગરના ઘરમાંથી 32,000 રૂપિયાનો દારૂ અને બિયરના ટીનની કુલ 238 બોટલો મળી આવ્યો હતો. ઘરે હાજર નહી મળેલા બૂટલેગર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા દારૂ જુગારની સ્પેશ્યલ ડ્રાઇવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ગતરોજ દેવગઢ બારિયા પોલીસ મથકના વિક્રમકુમાર મોહનસિંહ, દિલીપકુમાર ખાતુભાઇ, વિક્રમકુમાર મણીલાલ, મુકેશકુમાર ઉદેસીંગભાઇ, દિનેશભાઇ મનુભાઇ તથા મુકેશભાઇ ભુરાભાઇ વિસ્તારમાં દારૂની ડ્રાઇવરમાં નીકળ્યા હતા.

તે દરમિયાન પી.એસ.આઇ. એન.જે.પંચાલે મેઘામુવાડી ગામે રહેતો નાનજી ધિરા પટેલ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હોવાનું જણાવ્યું હતું. જેથી સ્ટાફના જવાનોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બૂટલેગર નાનજી ધિરા પટેલ પોલીસને જોઇ ઘર ખુલ્લુ મુકી નાસી ગયો હતો. ખુલ્લા ઘરમાં તપાસ કરતાં એક ખુણામાં સંતાડી રાખેલ મીણીયા થેલા તેમજ વિમલના થેલાઓમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીન મળી રૂા.32,000ની કુલ 238 બોટલો મળતા દેવગઢ બારિયા પોલીસે બૂટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...