દારુ ઝડપાયો:​​​​​​​દાહોદના ખાપરિયામાં પોલીસને જોઇને ગાડી મૂકી ચાલક ફરાર, ગાડીમાંથી 2.32 લાખનો દારુ મળ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમી મુજબ દારુ ઝડપાયો પણ ચાલક ફરાર થવામા સફળ

દાહોદ તાલુકાના ખાપરીયા ગામે પોલીસની નાકાબંધી દરમિયાન એક ગાડીનો ચાલક પોલીસને જોઈ પોતાની ગાડી સ્થળ પર મૂકી નાસી ગયો હતો. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરના કુલ રૂ. 2 લાખ 32 હજાર 380ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂ. 4 લાખ 32 હજાર 380નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

કતવારા પોલીસને મળેલી બાતમીના આધારે ખાપરીયા ગામે કોટવાલ ફળિયાના રોડ તરફ આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરવામા આવી હતી. આ દરમ્યાન ત્યાંથી એક ગાડી પસાર થતાં પોલીસને જોઈ ગાડીનો ચાલક થોડે દુર પોતાની ગાડી મુકી નાસી ગયો હતો.

પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ. 1812 કિંમત રૂ. 2 લાખ 32 હજાર 380ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂ. 4 લાખ 32 હજાર 380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગાડીના ફરાર ચાલક વિરૂદ્ઘ કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...