• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • 23 Units Of Madhya Pradesh Pregnant Women Underwent Blood Transfusion Operation, Youth Donated Such Blood From The Village

સગર્ભાને મળ્યું નવજીવન:મધ્ય પ્રદેશની સગર્ભાનું 23 યુનિટ લોહી ચઢાવી ઓપરેશન કરાયું, યુવકોએ ગામડેથી આવી રકતદાન કર્યુ, સમાજના લોકોએ ખર્ચો ઉઠાવ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદની પડવાલ હોસ્પિટલમાં સગર્ભાને 7 કલાકમાં જ 8 બોટલ બ્લડ ચઢાવવું પડ્યું પડવાલ હોસ્પિટલના ડોક્ટર અને તેમની ટીમે ગર્ભાશય કાઢી મહિલાનો જીવ બચાવ્યો સેવાભાવી યુવકોએ ગામડેથી આવી રકતદાન કર્યુ, સમાજના લોકોએ લાખોનો ખર્ચો ઉઠાવ્યો

મધ્યપ્રદેશના સંજેલી બડા ટોલા ગામની 23 વર્ષીય ગર્ભવતી મહિલાને રક્તસ્ત્રાવ થતાં પહેલા વડોદરા અને બાદમાં દાહોદની પડવાલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં તેણીની 15 યુનિટ બ્લડ આપીને સારવાર કરવામાં આવી હતી. નોંધનીય છે કે પ્લેજેટા એક્રેટા કંડિશનમાં દર્દીનું બચવું મુશ્કેલ હોય છે, ત્યાં પડવાલ હોસ્પિટલના ડોક્ટર અને તેમની ટીમ, ગ્રામજનો તેમજ લબાના સમાજના લોકોએ વહારે આવી મહિલાનો જીવ બચાવ્યો હતો. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રંભાપુર તાલુકાના સંજેલી બડા ટોલા ગામની 23 વર્ષીય ગર્ભવતી મહિલાને અચાનક રક્તસ્ત્રાવ શરૂ થઈ જતા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી. જેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર નહીં મળતાં તેને વડોદરાની હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી. જ્યાં બ્લડ બેન્કમાંથી યુનિટ મળતાં 6 યુનિટ લોહી 3 દિવસ સુધી ચઢાવવું પડ્યું હતું. ત્યારબાદ તેણીના પરિવારજનો તેને દાહોદની પડવાલ વુમન હોસ્પિટલ ખાતે લઈ આવ્યાં હતાં.

મહિલાને 23 યુનિટ લોહી ચઢાવાયું

દાહોદની પડવાલ વુમન હોસ્પિટલમાં મહિલાને દાખલ કર્યાં બાદ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં ડો. રાહુલ પડવાલ અને તેમની ટીમે સારવાર શરૂ કરી પ્રથમ 8 કલાકમાં 7 યુનિટ અને બીજા 24 કલાકની અંદર મહિલાને 9 યુનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. આમ કુલ 23 યુનિટ લોહી મહિલાને ચઢાવીને સારવાર કરવામાં આવી હતી.

15 યુનિટ બ્લડ દાહોદમાં ચઢાવાયું

જરૂરી તપાસ બાદ મહિલાનું ઓપરેશન કરી ગર્ભાશય કાઢવામાં આવ્યું હતું. લગભગ પુરી સારવાર દરમિયાન મહિલાને 23 યુનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. જેમાંથી 15 યુનિટ બ્લડ દાહોદમાં ચઢાવવામાં આવ્યું હતું. મહિલાની સ્થિતી જોતા ગ્રામજનો અને પરિવારજનોએ બ્લડની કમી પડવા નહોતી દીધી. 15 યુવકોએ બ્લડ આપી મહિલાને મદદ કરી હતી. દાહોદની ઝાયડસ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા ઝડપી સેવા પુરી પાડવામાં આવી હતી.

લબાના સમાજના લોકો આગળ આવ્યાં

સૂત્રો અનુસાર, મહિલાના પરિવારની આર્થિક સ્થિતી સારી નહોતી. આ પ્રકારની સારવારનો ખર્ચ લગભગ રૂ. 5થી 10 લાખ થતો હોય છે. આવા સમયે લબાના સમાજના લોકો આગળ આવ્યાં હતા અને ગુપ્તદાનના માધ્યમથી મહિલાની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો. સારવાર કરનારા ડોક્ટરે પણ પોતાની તરફથી સહયોગ આપ્યો હતો. હાલમાં મહિલાની તબીયત સારી છે. સારવાર કરનારા ડોક્ટર રાહુલ પડવાલ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, સમાજના લોકો બંધ કવરમાં દર્દીના પરિવારજનોને નાણાં આપી જતાં રહેતાં હતાં. નોંધનીય છે કે લબાના સમાજ ગુજરાતનો એક મોટો સમાજ છે. ઝાબુઆ જિલ્લામાં પણ લબાના સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે.

ડોક્ટરોએ રાત-દિવસ સારસંભાળ રાખી

મહિલાની મેસિવ બ્લડ ટ્રાન્સફ્યુજન થેરેપી કરવામાં આવી હતી. આ સ્થિતીમાં સતત બ્લડ ચઢાવવું પડે છે. રક્તસ્ત્રાવ સતત થઈ રહ્યું હતું. તારીખ 12 મી ડિસેમ્બરના રોજ રાત્રીના 12 વાગ્યાના આસપાસ ઓપરેશન શરૂં કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીની સતત સાર સંભાળ અને દેખરેખ રાખતાં હતાં. મહિલાને કોઈપણ ઉપચારમાં રક્તસ્ત્રાવ બંધ થઈ રહ્યો ન હતો. આ ઓબરેટ્રિક હિસ્ટ્રેક્ટ્રોમી સ્થિતીમાં થાય છે. આ પ્રકારની સમસ્યામાં ગર્ભાશય નીકાળવું એકમાત્ર ઉપચાર છે. આ સિવાય કોઈ ઉપાય નથી. મહિલાને પહેલાથી બે બાળકો છે. ઓપરેશન બાદ રક્તસ્ત્રાવ નિયત્રંણમાં આવ્યું છે.

આવી સર્જરીમાં બચવાની સંભાવનાઓ ઓછી

ડો. રાહુલ પડવાલના જણાવ્યા અનુસાર, મહિલાની ગર્ભાશયની થેલી અંડાશયમાં જતી રહી હતી. અંદર ખુબ ઈન્ફેક્શન પણ હતું. મેડીકલ ભાષામાં આને પ્લેજેટા એક્રેટા કંડિશન કહેવામાં આવે છે. આ માટે જટીલ સર્જરી કરવી પડે છે. આ પ્રકારની સર્જરી કરવામાં દર્દીના બચવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

અન્ય સમાચારો પણ છે...