દાહોદ તાલુકાના રાછરડા ગામમાં ત્રણ પાર્ટનરો દ્વારા જુગારધામ ચલાવાતું હોઇ એલસીબીએ ઘેરો નાખીને 23 ખેલી ઝડપી પાડ્યા હતાં. પકડાયેલા ખેલીઓમાં દાહોદના 2, મ.પ્રના ઝાબુઆના 10, મ.પ્રના થાંદલાના 7, મ.પ્રના મેઘનગર સાથે ટીમરડા, ગોધરા, અનાસનો 1-1 વ્યક્તિનો સમાવેશ થતો હતો.
દાહોદના રાછરડાનો ચંદનસીંહ જગતસીંહ બાકલીયા, મ.પ્રના ઝાબુઆનો કરીમભાઇ શબ્બીરભાઇ શેખ અને દાહોદના પ્રદિપભાઇ છોટાલાલ સિસોદીયા ભાગમાં રાછરડા ગામમાં ચંદનસીંહના ઘરની ખુલ્લી જગ્યામાં દાહોદ અને મધ્ય પ્રદેશના વિવિધ ગામના લોકોને બોલાવીને જુગારધામ ધમધમાવતા હતાં. દાહોદ LCB PI કે.ડી ડિંડોરને મળેલી બાતમીના આધારે એસ.પી બલરામ મીણાના માર્ગદર્શનમાં PSI એમ.એલ. ડામોર, આર.બી. ઝાલા અને જે.બી. ધનેશાની આગેવાનીમાં એલસીબીના સ્ટાફ સહિતની પોલીસની ટીમો બનાવાઇ હતી.
વ્યુહાત્મક રીતે રાછરડા પહોંચીને ટીમો ઘેરો નાખતાં ગંજીફો ચીપી રહેલા 23 લોકોને ઝડપી પાડ્યા હતાં. આ તમામ લોકોની અંગઝડતી અને દાવ ઉપર લાગેલા ~70,810 રોકડા જપ્ત કરાયા હતાં. આ સાથે ઘટના સ્થળેથી 6.90 લાખની 12 મોપેડ અને બાઇક તેમજ 91 હજારના 22 મોબાઇલ સાથે ગંજીફાના પાના કબજે કરાયા હતાં. કુલ ~8,50,810નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.