આરોગ્ય વિભાગનો સર્વે:દાહોદમાંથી 23 ઝેરી મેલેરિયા, એક ડેન્ગ્યૂનો શંકાસ્પદ કેસ મળ્યો

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો - Divya Bhaskar
આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો
  • 231 સ્થળે મેલેરિયા અને 124 સ્થળે ડેન્ગ્યૂ ફેલાવતાં લાર્વા મળ્યા

દાહોદ શહેરમાં મેલેરિયા વિભાગ દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોના પોરાનો નાશ કરવા સાથે આરોગ્ય ચકાસણી અંગેનો સર્વે શરૂ કર્યો હતો. મેલેરિયા અધિકારી અતીત ડામોર અને દાહોદ ટીએચઓ ભગીરથ બામણિયાના માર્ગદર્શનમાં 117 કર્મચારીઓની ટીમ બનાવીને નક્કી કરેલા વિસ્તારના 5552 ઘરોમાં તપાસ હાથ ધરવામા આવી હતી.

સર્વે દરમિયાન શહેરમાંથી શંકાસ્પદ મલેરિયાના 23 અને શંકાસ્પદ ડેન્ગ્યૂનો એક દર્દી મળી આવ્યો હતો. આ સાથે આ સાથે 362 લોકો શરદી જ્યારે 268 લોકોને ખાંસી હોવાનું જોવા મળ્યુ હતું. શંકાસ્પદ દર્દીઓમાં 18 લોકોની સ્લાઇડ પરીક્ષણ અર્થે મોકલવામાં આવી હતી. સર્વે દરમિયાન 7415 મચ્છરોના ઉત્પતિ સ્થાનોની ચકાસણી પણ કરવામાં આવી હતી.

તેમાં 231 જગ્યાએ મેલેરિયા અને 124 સ્થળે ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોના ફોરા મળી આવ્યા હતાં. આ મચ્છરો મળી આવ્યા હતા તે ઘરના લોકોને પણ સારવાર આપવામાં આવી હતી. એબેટ સોલ્યુસર નાખીને મચ્છરોના પોરાનો નાશ કરાયો હતો. આ સાથે ઘરની બહાર ધાબે પાણી ભરાયેલા હોય તેવા 2207 નકામા પાત્રોનો પણ નાશ કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...