તસ્કરી:મોબાઇલની દુકાનમાંથી 2.29 લાખના મુદ્દામાલની તસ્કરી

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.જી. રોડ મોચીવાડની ખુટ ઉપર આવેલી દુકાનમાંથી ચોરી

દાહોદના એમ.જી.રોડ પર આવેલ મોબાઇલની દુકાનમાંથી રૂા. 1.64 લાખ રોકડા તથા દોઢ તોલાની સોનાની ચેઇન, મોબાઇલ મળી રૂા.2,29,500ના મુદ્દામાલ મુકેલી દુકાનદારની બેગ કોઇ ઇસમ ચોરી કરી નાસી ગયો હતો. તપાસ બાદ 10 દિવસ બાદ દુકાનદારે ચોરી સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદના ભોઇવાડામાં રહેતા મહંમદજુનેદ જાકીરભાઇ સબ્જીફરોજ (કુંજડા) તા. 20મીમેના રોજ સવારે 1.64 લાખ રોકડા તથા દોઢ તોલાની સોનાની ચેઇન જેની કિંમત રૂા. 64,000 તથા મોબાઇલ, 2 એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ તથા ડ્રાઇવીંગ લાઇસન્સ તેમજ અન્ય ડોક્યુમેન્ટ મુકેલી બેગ લઇને એમ.જી.રોડ મોચીવાડની ખુટ ઉપર આવેલ યુનિક મોબાઇલ પોઇન્ટની નામની પોતાની દુકાને ગયા હતા અને બેગ દુકાનમાં મુકી હતી. તે દરમિયાન કોઇ ચોર ઇસમ તેમની બેગ તફડાવી નાસી ગયો હતો.

દુકાનમાં બેગ જોવા ન મળતાં શોધખોળ તપાસ કરી હતી પરંતુ આજ દિન સુધી કોઇ પત્તો નહી લાગતાં મહંમદજુનેદ જાકીરભાઇ સબ્જીફરોજ (કુંજડા)એ દાહોદ શહેર પોલીસ મથકે રૂા. 2,29,500ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...