દાહોદમાં ચાર દુકાનોમાંથી એપ્પલ કંપનીની બનાવટી એસેસરીનો 2.23 લાખનો જથ્થો મળી આવ્યો હતો.બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેડમાર્ક અને કોપીરાઇટની તપાસ કરતી કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખીને તપાસ બાદ પર્દાફાશ થયો હતો.
અમદાવાદની ગ્રીફીંન ઇન્ટેએચ્ચુઅલ પો.સર્વિસ પ્રા લી કંપની દ્વારા બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેક માર્ક અને કોપીરાઇટના હકોના રક્ષણ માટે ફરિયાદ કરવા કરવાનું કામ કરવામાં આવે છે. તેના મેનેજર વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ પોલીસને સાથે રાખીને દાહોદ શહેરમાં આવેલી જુદી-જુદી દુકાનો ઉપર તપાસ હાથ ધરી હતી. ત્યારે વિવિધ ચાર દુકાનોમાં તપાસ દરમિયાન આઇ-ફોન કંપનીના એપલ સિમ્બોલ વાળી બનાવટી મોબાઇલ એસેસરીઝ જેમાં હેડફોન, કેબલ, કવર, ઇયરફોન વિગેરે વસ્તુઓના આઇ-ફોનના નામે વેચાણ થતુ હોવાનું જાણવા મળ્યુ હતું.
ચારેય દુકાનોમાંથી એપ્પલ કંપનીના સિમ્બોલ વાળા મોબાઇલના 321 કવર કિંમત રૂપિયા 1.55 લાખ, 30 હજાર રૂપિયાની કિંમતના 15 ડોક ચાર્જર, 6 હજાર રૂપિયાની કિંમતના 6 કેબલ, 4 હજાર રૂપિયાની 4 હેન્ડસ્ફ્રી, યુએસબી ટુ લાઇટીંગ કેબલ 22 કિંમત રૂપિયા 22 હજારના મળી આવ્યા હતાં. આમ ચારેય દુકાનોમાંથી કુલ કિંમત રૂપિયા 2.23 લાખ રૂપિયાની કિંમતની બનાવટી એસેસરી મળી આવતાં શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.