બુટલેગરો બેફામ:દાહોદના આગાવાડાથી ટેમ્પામાં લઈ જવાતો 2.12 લાખનો વિદેશી દારુ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પા સાથે 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બુટલેગરને ઝડપી લીધો

દાહોદ તાલુકાના આગાવાડા ગામેથી પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 2 લાખ 12 હજાર 760ના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે. જ્યારે ટેમ્પાની કિંમત મળી કુલ રૂપિયા 3 લાખ 67 હજાર 760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કતવારા પોલીસને મળેલી બાતમીના આધારે આગાવાડા ગામે રસ્તા પર નાકાબંધી કરી આવતા જતા તમામ વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પો નજીક આવતાની સાથે પોલીસે તેને ચારે તરફથી ઘેરી લઇ ટેમ્પોચાલક રોશન (રહે.ઝાબુઆ,મધ્ય પ્રદેશ)ની પોલીસે અટક કરી હતી.

ગાડીની તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.36 જેની કુલ કિંમત રૂપિયા 2 લાખ 12 હજાર 760ના પ્રોહી જથ્થા સાથે ટેમ્પાની કિંમત મળી કુલ રૂપિયા 3 લાખ 67 હજાર 760નો મુદ્દામાલ કતવારા પોલીસે કબજે લઈ ઉપરોક્ત ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...