હુકુમ:21 નિવૃત્ત રોજમદારોના વારસદારોને નિવૃત્તિ પછીના લાભ આપવા આદેશ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદની મકાન અને માર્ગ પંચાયત-સ્ટેટમાં ફરજ બજાવતા હતા

દાહોદ જિલ્લા કાર્યપાલક ઈજનેર તથા ઝાલોદના નાયબ કાર્યપાલક ઇજનેર હસ્તકની કચેરી મકાન અને માર્ગ વિભાગ પંચાત તેમજ સ્ટેટમાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા અને સરકારના તા. 17-10-88ના પરિપત્ર મુજબના લાભો મેળવતા કર્મીઓને લાંબા સમયની નોકરી બાદ 60 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો હતો. નિવૃત્તિ સમય મળવાપાત્ર ગ્રેજ્યુઇટી પેન્શન રજાઓ મળવા પાત્ર લાભો આપવાની જોગવાઈ હોવા છતાં તેઓને સરકારની કચેરી દ્વારા કંઇપણ આપ્યા સિવાય નોકરી માંથી નિવૃત કર્યા હતાં. ત્યારબાદ કામદારોએ અવારનવાર એમને મળવા પાત્ર તમામ પ્રકારના લાભો આપવાની માંગ છતાં પણ ચુકવણુ કર્યુ ન હતું.

સામૂહિક કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ. એસ ભોઈનો સંપર્ક કર્યો હતો. કોઈપણ પ્રકારના લાભો ચૂકવેલ ન હોય ફેડરેશન દ્વારા હાઇકોર્ટમાં રોજમદારોને નિવૃત્તિ બાદના તમામ લાભો આપવા સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. જે અરજી ચાલી જતા હાઇકોર્ટ દ્વારા તમામ હયાત નિવૃત કામદારોને તેમજ અવસાન પામેલ નિવૃત્ત કામદારોના વાલી વારસોને મળવાપાત્ર તમામ પ્રકારના લાભો જેવા કે રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી ગ્રેજ્યુટી પેન્શન, પેન્શન તફાવત રજાઓ અને અન્ય લાભો ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...