કોરોના ટેસ્ટ:વડાપ્રધાનના સંપર્કમાં આવનાર 200 લોકોના કોરોના ટેસ્ટ કરાયા

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી લેબમાં ટેસ્ટ કરાવનાર સંજેલીની મહિલા પોઝિટિવ

દાહોદ માં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીજય શંખનાદ સભા સંબોધવા માટે આવી રહ્યા છે. ત્યારે કેટલાંક લોકો તેમના સીધા સંપર્કમાં આવવાના છે. વડાપ્રધાન ના સંપર્કમાં આવનારા લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાયો હતો. દાહોદ, ઝાલોદ અને બારિયામાં સંપર્કમાં આવનારા લોકોના ટેસ્ટ કરાયા હતાં.જેમાં સ્ટેજ પર બેસનાર, હેલીપેડ પર લેવા જનાર સાથે એસપીજીના જવાનોના ટેસ્ટ કરાયા હતાં.

આવા 200 લોકોના ટેસ્ટ કર્યા છે. જોકે, ટેસ્ટ કરાયેલા લોકોમાં એક પણ વ્યક્તિ પોઝિટિવ આવી હોવાનું જાણવા મળ્યું નથી. બીજી તરફ સંજેલીની 29 વર્ષિય મહિલાની તબીયત ખરાબ હોવાથી તેણે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો. આરટીપીઆરમાં પોઝિટિવ આવતાં મંગળવારે જાહેર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...