ભાસ્કર વિશેષ:દાહોદ જિલ્લામાં 12 કરોડના ખર્ચે 20 જર્જરિત આશ્રમ શાળા અદ્યતન બનશે

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળાઓ જૂની અને જર્જરિત બની ગઇ હતી
  • આશ્રમ શાળાઓના પુન: નિર્માણ માટે આદિજાતિ વિભાગમાંથી 12 કરોડ મંજૂર થયા

દાહોદ જિલ્લામાં ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળાઓ જુની અને જર્જરિત બની ગઇ હતી. ત્યારે આ આશ્રમ શાળાઓના પુન: નિર્માણ માટે દાહોદ સાંસદના પ્રયત્નોથી રાજ્યના આદિજાતિ વિભાગમાંથી 12 કરોડ મંજુર થયા છે. આ બાબતથી ભીલ સેવા મંડળના અગ્રણીઓ દ્વારા સાંસદને આભાર પત્ર આપી તેમના પ્રયત્નોને બિરદાવી સન્માન પણ કરાયુ હતું.

ઠકકરબાપા દ્વારા 1923માં સ્થાપિત ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત 20 આશ્રમશાળાઓના મકાન જુના અને જર્જરિત થઇ ગયા હતાં. આ મકાનો મરામત તેમજ નવીન અધતન સુવિધાથી સજ્જ ભવનના નિર્માણ કાજે રૂપિયાની જરૂરિયાત હતી. ત્યારે મંડળ દ્વારા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો સંપર્ક કરીને વિનંતિ કરી હતી. ત્યારે સાંસદ ભાભોરના અથાગ પ્રયત્નોથી ગુજરાત સરકારના આદિજાતિ વિભાગમાંથી આ આશ્રમશાળાઓ માટે 12 કરોડ મંજુર થયા છે. આ બાબતથી ભીલ સેવા મંડળને ધમધમાવતાં ટ્રસ્ટીઓમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.

સાંસદના અથાગ પ્રયત્નોથી કરમ મંજુર થવા બદલ ભીલ સેવા મંડળ દાહોદના પ્રમુખ શાંતિભાઈ નીનામા, મંત્રી મુકેશભાઈ પરમાર, મંડળના હિતેચ્છુ અને મનોરમા ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલભાઈ અગ્રવાલની હાજરીમાં સાંસદ જશવંતસિંહને સંસ્થા તરફથી આભારપત્ર અર્પણ કરવા સાથે તેમનું સન્માન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...