દાહોદ એસ.ઓ.જી. અને પેલોર ફર્લો સ્કોર્ડની ટીમે ગતરોજ જિલ્લામાં ત્રણ સ્થળેથી લીલા ગાંજાની ખેંતી ઝડપી પાડી હતી. ગરબાડાના નડવાઇ, દેવગઢ બારિયાના ઝાબ અને વડભેટથી રૂ.25,59,250 રૂપિાયના 255.925 કિલો ગ્રામના 203 ગાંજાના છોડવા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્કોર્ડે સાગટાળા અને ગરબાડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
દાહોદ એસ.ઓ.જી. પી.આઇ.આર.રી. કાનમિયા તથા સ્ટાફના માણસો દેવગઢ બારિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ઝાબ ગામના ડુંગરી ફળિયામાં રહેતા ચંદુભાઇ અભેસિંગભાઇ બારીયા તથા વડભેટ ગામના સિમોડા ફળિયામાં રહેતા મગનભાઇ સાંકળાભાઇ કોળી (બારીયા)એ તેઓની માલિકીના ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પી.આઇ. આર.સી. કાનમિયા તથા સ્ટાફના માણસોએ તપાસ કરતાં ચંદુભાઇ અભેસિંગ બારિયાના ખેતરમાંથી 127.500 કિલોના 82 લીલા ગાંજાના છોડવા જેની કિંમત 12,75,000 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે મગનભાઇ સાંગળાભાઇ કોળીના ખેતરમાંથી 99.785 ગ્રામના 77 છોડવા જેની કિંમત 9,97,850 રૂપિાયના જથ્થો ઝડપી પાડ્યો હતો.
જથ્થા સાથે બન્નેની ધરપકડ કરી સાગટાળા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે પેરોલ ફર્લો સ્કોર્ડના પી.આઇ. ડી.ડી.પઢીયાર તથા સ્ટાફના માણસો ગરબાડા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકવાની કામગીરીમાં હતા.
તે દરમિયાન ગરબાડા તાલુકાના નળવાઇ ગામના વાડી ફળિયામાં રહેતા રામસીંગ શકરા નળવાયાએ તેની માલિકીના ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળતાં ટીમ તપાસ માટે જતાં પોલીસને જોઇ રામસીંગ ફરાર થઇ ગયો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે તેના ખેતરમાંથી 28.640 કિલોના 44 લીલા ગાંજાના છોડવા જેની કિંમત 2,86,400 રૂપિયાના જપ્ત કર્યા હતા. ગાંજાના જથ્થો જપ્ત કરી ફરાર રામસીંગ શકરા નળવાયા વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકમાં એન.ડી.પી.સી. મુજબ ગુનો નોંધાવ્યો હતો.
અગાઉ ગાંજાની ખેતી ઝડપાઇ હતી
અગાઉ 18 ફેબ્રુઆરીના રોજ પીપલોદથી 25.56 લાખનો 255 કિલો લીલો તથા 1.02 લાખનો 10 કિલો 200 ગ્રામ સુકો ગાંજો ઝડપી પાડ્યો હતો. તેમજ ઓક્ટોબર’21માં સીંગવડ તાલુકાના હાંડી ગામે હાંડી ખાતેથી ગાજાનાં ત્રણ ખેતર ઝડપી લઈ 2.74ખાતેથી ગાંજાનું ખેતર મળી આવતા પોલીસે 9.40 લાખનાં જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી. ઝાલોદના વડોડ ગામેથી રૂ. 2,68,600 લીલા ગાંજાના 173 છોડ તેમજ સુકો ગાંજો કિંમત 24,000 એમ મળી કુલ 2,92,600ના જથ્થા સાથે ત્રણ પૈકી બેની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.