દાહોદ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગના બનેલા બે બનાવો પૈકીનો ઉસવાણ ગામના અને દાહોદ અંબીકાનગરના દિનેશભાઈ પાઠકની માલિકીની ઉસરવાણ ગામે રે.સ.નં. 2001 વાળી જમીન પર તા.15-7-2021થી આજદિન સુધી કબજો જમાવી ઉસરવાણ ના રામુભાઈ બારીયા તથા ભાઈ તાનસેન બારીયાએ હિસ્સા પાડી મકાઈનું વાવેતર કરી ટ્રેક્ટર વડે ખેડાણ કરી ઘઉંનું વાવેતર કરી નાંખ્યું હતું. આ મામલે દિનેશ પાઠક કહેવા જતાં રામુભાઈ તથા તાનસેનભાઈએ ગેરવર્તન કરી તમારાથી થાય તે કરી લો તમને જમીન આપવાના નથી તેમ કહી જમીનનો કબજો નહી સોંપી ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો.
આ સંબંધે દિનેશભાઈ પાઠકની ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબીંડનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે લેન્ડ ગ્રેબીંગ બીજા બનાવમાં ઉચવાણીયા ગામના ભગત ફળિયામાં રહેતા કાળુભાઈ ડામો૨, વરસીંગભાઈ ડામોર તથા જેતાભાઈ ડામોરે તેમજ ફળિયામાં રહેતા રામાભાઈ ડામોર નામના 65 વર્ષીય વૃધ્ધની ખાતા નં. 216 તથા સર્વે નંબર 512 વાળી જમીન પોતાની માલિકીની ન હોવા છતાં તેના માલીક રામા ડામોરને પ્રવેશવા નહી દઈ અને ખેતી કરવા ન દઈ જમીન ગેરકાયદેસર પચાવી પાડી છે. આ સંબંધે રામાભાઈ ડામોરની ફરિયાદને આધારે કતવારા પોલીસે એક મહિલા સહીત ત્રણ સામે લેન્ડ ગેબીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.