તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિમાન્ડ પૂર્ણ:હિરેન પટેલ હત્યામાં શામેલ મ.પ્ર.ના વધુ 2 આરોપી જેલમાં, બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા હતાં

દાહોદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટ સમક્ષ ઓનલાઇન રજૂ કરાયા હતા

ઝાલોદ નગરમાં કાઉન્સિલર હિરેન પટેલી હત્યાનું ગુંચવાયેલુ કોકડુ ઉકેલવા માટે પોલીસ રાત દિવસની મહેનત અત્યારે પણ ચાલુ છે. આ અપરાધમાં પકડાયેલા પોલીસને સ્થાનિક યુવક અજય કલાલ, ગોધરા કાંડમાં સજા પામેલા ઇરફાન પાડા અને મધ્ય પ્રદેશના મહેદપુરના મહોમ્મદ સમીર તેમજ ચૌહાણના સોમવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે ત્યારે હત્યાનું કાવતરૂ રચવામાં શામેલ મહેદપુરના ઢાબાના માલિક બાલારામ ભુવાનજી ભીલવાડા અને સલીમ ઉર્ફે કાળાભાઇ ખાજુભાઇ શેખની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી છે.

26મી સપ્ટેમ્બરે લખાખેડી સ્થિત બાલારામના ઢાબા ઉપર ભેગા થયા હતાં. ટક્કર મારીને હિરેન પટેલની હત્યા કરવા માટે બાલારામે તેના મિત્ર સલીમ શેખ પાસેથી બોલેરો જીપ ભાડે મંગાવી હોવાની ભૂમિકા સામે આવી હતી. આ બંનેના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં. મંગળવારે તેમના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ ઓનલાઇન રજૂ કરાયા હતાં ત્યારે સલીમ અને બાલારામને જ્યુ. કસ્ટડીમાં ખસેડવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો