લીમડીમા સોનીની દુકાનમાં વીછુડી ખરીદવા આવેલા ગ્રાહકના શ્વાંગમાં આવેલો બે ગઠીયા વિછુડી ખરીદવાના બહાને બોક્સમાંથી 2.40 લાખની સોનાની બુટી તફડાવી ફરાર થઇ ગયો હતો. લીમડીમાં બી.પી. અગ્રવાલ સ્કૂલની સામે સોના ચાંદીની દુકાન ધરાવતાં ગૌતમભાઇ અમૃતલાલ સોની તથા મિલનભાઇ ગેલોત બન્ને 3 નવેમ્બરે સાંજે દુકાનમાં હતા. તે દરમિયાન 40થી 45 વર્ષનો પેન્ટ શર્ટ તથા કોટી અને ચશ્મા ટોપી પહેરેલ યુવક ગ્રાહકના શ્વાંગમાં ચાંદીની વિછુડી ખરીદવાના બહાને આવ્યો હતો.
ત્યારે ગૌતમભાઇએ તેને વિછુડી બતાવતાં ગઠિયાએ રૂા. 300ની વિછુડી ખરીદી બાદ સોનાની બુટી બતાવવાનું કહેતા બુટીઓ બતાવતાં હતા. તે દરમિયાન ગઠિયાનો સાગરિત દુકાનમાં આવ્યો હતો. તેને પાણી માંગતા તેને પાણી આપતાં ગ્લાસમાં કચરો છે કહી બીજુ પાણી મંગાવ્યું હતું. ત્યારે ગઠિયાએ એક બુટ્ટી પંસદ કરી સાઇડમાં મુકાવી રૂા. 1000 એડવાન્સ આપી બુટ્ટી પસંદ નહી આવે તો બદલી આપશો કહી ગૌતમભાઇના ડબ્બામાં હાથ નાખી નજર ચુકવી હાથ કરામત અજમાવી નાની નાની થેલીમાં મુકેલ બુટ્ટી તથા સેલરની બે થેલી કાઢી લીધી હતી.
બાદ વિછુડીનું બીલ બનાવવા ગૌતમભાઇએ નામ પુછતાં ગઠિયો મારે ઉતાવળ છે થોડીવારમાં આઉ પછી બીલ બનાવજો કહી બન્ને ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ બોક્સો બંધ કરતી વેળા સોનાની બુટી તથા સેલર જોવા મળી ન હતી, જેથી ગૌતમભાઇએ તરત જ સીસીટીવી ચેક કરતાં ગઠિયો ચોરી કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ શોધખોળ કરી પરંતુ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે લીમડી પોલીસ મથકે 2,40,000 રૂા.ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોધાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.