તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દાહોદ જિલ્લામાં 3 સ્થળેથી રૂા.1.9 લાખના દારૂ સાથે 2 ઇસમ ઝડપાયા

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ખરોદા, ભોરવામાં અને મોતીપુરામાંથી રેડ પાડી પોલીસે દારૂ ઝડપ્યો
 • દારૂ, મોબાઇલ, વાહન મળી 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત, 6 લોકો સામે ગુનો

દેવગઢ બારિયા તાલુકાના મોતીપુરા ગામનો વિપુલ લક્ષ્મણ ડામોર, મનોજ ચીનમ મોહનીયા અને બાબુ મડુ મોહનીયા ત્રણે જણા ભેગા મળી મોતીપુરા વોટર વર્ક્સ પાસે વિદેશી દારૂનો ધંધો કરતા હોવાની બાતમી સી.આઇ.એલ. સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને મળી હતી. ડીટેક્ટીવ પી.આઇ. જે.એસ.કંડોરીયા તથા પી.એસ.આઇ. બી.જે.પુરબીયા અને સ્ટાફે વોટર વર્કસ કંપાઉન્ડમાં તપાસ કરતાં કોન્ટ્રાક્ટર બેજ ઉપર વોટર વર્કસની દેખરેખની હંગામી નોકરી કરતો મોતીપુરા ગામનો વિપુલ લક્ષ્મણ ડામોર હાજર મળી આવતાં તેને સાથે રાખી કમ્પાઉન્ડમાં તપાસ કરતાં જીજે-20-એ-5322 નંબરની બોલેરો તથા ઝાડી ઝાંખરામાંથી વિદેશી દારૂ બિયરની પેટીઓ મળી આવી હતી.

જેમાં કુલ 253 બોટલ જેની કિંમત 32,280ની મળી આવી હતી. દારૂ, બોલેરો તથા એક મોબાઇલ મળી કુલ 5,32,780ના મુદ્દામાલ સાથે વિપુલ લક્ષ્મણ ડામોરની ધરપકડ કરી તેની સામે તથા મનોજ ચીમન મોહનીયા અને બાબુ મડુ મોહનીયા સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જ્યારે ધાનપુર પોલીસે ભોરવા ગામે મકાનમાં બાતમીથી રેઇડ કરતાં બુટલેગર ભાગી જતા ઘરમાં તલાસી લેતાં વિદેશી દારૂના વિવિધ માર્કાની નાની મોટી કુલ 172 બોટલો રૂા.34,400ની જપ્ત કરી અરવીંદ છત્રસિંહ વાખલા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

દાહોદના મુવાલીયા નાની લુણધી ફળીયાનો સાન્તુ મનુ માવી મધ્યપ્રદેશથી વિદેશી દારૂ રિક્ષા લઇને આવતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળતાં ખરોદા ગામે ટાંડી ફળિયામાં વોચમાં ઉભા હતા. ત્યારે બાતમીવાળી જીજે-20-0059 નંબરની રિક્ષા આવતાં ઉભી રખાવતાં તેનો ડ્રાઇ‌વર સાન્તુ મનુ માવી ભાગવા લાગતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો.

રિક્ષામાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ મલગ માર્કાની નાની મોટી કુલ 408 બોટલ જેની કિંમત 42,840ની મળીહતી. કુલ 102840ના મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ડ્રાઇવર તથા જથ્થો ભરાવી આપરનાર મધ્યપ્રદેશના સાતશેરોના કાળીયા મોહનીયા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો