તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હિરેન પટેલ હત્યાના બનાવમાં કાવતરું રચવામાં સામેલ 2 મધ્યપ્રદેશથી ઝડપાયા

દાહોદ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 આરોપીઓની કબૂલાતના આધારે મધ્યપ્રદેશમાં છાપો મારી ઝડપી લેવાયા
 • બોલેરો મંગાવનાર અને આપનાર વ્યક્તિઓની ધરપકડ

ઝાલોદ નગરમાં કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં પોલીસે 4 આરોપીઓને પકડ્યા બાદ તેમની બીજી વખત રિમાન્ડ મેળવ્યા છે. સોપારી આપીને હત્યા કયા કારણોસર કરવામાં આવી તે રહસ્ય હજી અકબંધ છે. ત્યારે આ ચાર આરોપીઓની કબૂલાતના આધારે મધ્યપ્રદેશમાં છાપો મારીને હત્યાનું કાવતરૂ રચવામાં શામેલ વધુ બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાલોદ નગરમાં કાઉન્સિલર હિરેન પટેલી હત્યાનું ગૂંચવાયેલું કોકડુ ઉકેલવા માટે પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે. આ અપરાધમાં પોલીસને સ્થાનિક યુવક અજય કલાલ, ગોધરા કાંડમાં સજા પામેલા ઇરફાન પાડા અને મધ્યપ્રદેશના મહેદપુરના મહોમ્મદ સમીર તેમજ ચૌહાણની ધરપકડ કરી હતી. તેમના એક વખત સાત દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ફરીથી ચાર દિવસના રિમાન્ડ પ્રાપ્ત કર્યા છે.

હત્યાનું કાવતરૂ કઇ રીતે રચાયુ તે અંગેની તપાસમાં મહેદપુરના ઢાબાના માલિક બાલારામ ભુવાનજી ભીલવાડા અને સલીમ ઉર્ફે કાળાભાઇ ખાજુભાઇ શેખની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરવાનું નક્કી કરીને પોલીસ રિમાન્ડ ઉપર રખાયેલા ચારે આરોપી 26મી સપ્ટેમ્બરે લખાખેડી સ્થિત બાલારામના ઢાબા ઉપર ભેગા થયા હતાં. ટક્કર મારીને હિરેન પટેલની હત્યા કરવા માટે બાલારામે તેના મિત્ર સલીમ શેખ પાસેથી બોલેરો જીપ ભાડે મંગાવી હતી. ગુનાઇત કાવતરામાં બાલારામ અને સલીમની સંડોવણીને કારણે તેમની ધરપકડ કરીને પોલીસે કોર્ટમાં રજૂ કરવાની કાર્યાવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ હત્યા કરવા માટે ઇરફાન પાડાએ ચાર લાખ રૂપિયાની સોપારી આપવાનું નક્કી કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો