કાર્યવાહી:ચાકલીયાથી દારૂના જથ્થા સાથે 2 બૂટલગરો ઝડપી પડાયા

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દારૂ તથા બોલેરો મળી 2,72,760નો મુદ્દામાલ જપ્ત

ચાકલિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલી એલ.સી.બી. પોલીસની ગાડીને ઓવરટેક કરી જતાં બોલેરોનો પીછો કરી ચાકલીયાથી લીમડી તરફ જવાના રોડ ઉપરથી રોકી તેમાંથી ઝાલોદ તાલુકાના બે વ્યક્તિઓને 71 હજાર ઉપરાંતના દારૂના જથ્થો સાથે ઝડપી પાડી હતી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. એમ.એમ.માળી અને સ્ટાફ માણસો ચાકલીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ બોર્ડર તરફથી લીમડી તરફ એક બોલેરો ગાડીમાં દારૂ ભરીને આવરનાર હોવાની બાતમી મળી હતી.

જેના આધારે બોલેરો ગાડીની વોચમાં ઉભા હતા. તે દરમિયાન ચાકલીયા લીમડી રોડ ઉફર એક સિલ્વર કરની બોલેરોના ચાલકે પોલીસની જીપને ઓવરટેક કરી પુરઝડપે નિકળતાં તેનો પીછો કરી ઉભી રાખવાનો સંકેત કરતા ચાલકે વધુ સ્પીડમાં ગાડી ભગાવી મુકી હતી.

જેથી તેનો પીછો કરી પેથાપુર ગામની બહાર રોડ ગાડીને ઉભી રાખી તેમાં સવાર બે ઇસમોને નીચે ઉતારી પુછપરછ કરતાં ડ્રાઇવરે પોતાનું મુંડાહેડા ગામને કનુ હવસિંગ મુનિયા તથા તેની સાથેના વ્યક્તિએ પોતાનું નામ વખતપુરા ગામના નિલેષ મનસુખ હાંડા જણાવ્યું હતું. જ્યારે બોલેરોમાં તલાસી લેતાં વિદેશી દારૂની કુલ 504 બોટલો જેની કિંમત 71,760ની મળી આવી હતી. જથ્થો તથા બોલેરો અને બે મોબાઇલ મળી કુલ 2,72,760નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...