દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પી.આઇ બી.ડી.શાહને સુચના અનુસાર સ્ટાફની ટીમ ધાનપુર વિસ્તારમા દારૂ અંગે પેટ્રોલીંગમા નિકળ્યા હતા. તે દરમિયાન બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની બોલેરો ગાડીમા બે ઇસમો એમ.પી.તરફથી ઇંગ્લીશ દારુનો જથ્થો ભરી નળુ ગામ તરફ આવી રહેલ છે.
જેના આધારે એલ.સી.બી.ની ટીમે પાવ ચોકડી પાસે આયોજનબધ્ધ વોચ ગોઠવી બોલેરો ગાડીમા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની ફેરાફેરી પરીવહન કરતા કાકડખીલાના જગદીશ અમરસિગ પરમાર તથા નિલેશ નરેશ વહોનિયાને 62, 400 રૂા.ની વિદેશી દારુ તથા ટીન બીયરની 624 બોટલો તથા હેરાફેરી માટે વપરાયેલી 2,00,00 રૂપિયાની બોલેરો મળી કુલ 2,62,400 રૂા.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.