કાર્યવાહી:દાહોદ શહેરમાં IT અધિકારીની ઓળખ આપી લૂંટ કરનારા 2ને 6 દિ’ના રિમાન્ડ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલા બે લૂંટારુઓ વિવેક અને સચિન - Divya Bhaskar
પકડાયેલા બે લૂંટારુઓ વિવેક અને સચિન
  • ક્યાં રોકાયા, સાથી કોણ સહિતના મુદ્દા પોલીસે રજૂ કર્યા હતા
  • પરિવારે​​​​​​​ હિંમત બતાવતાં વિવેક અને સચિન ઝડપાઇ ગયા હતાં

દાહોદ શહેરની જુની એસીબી ઓફિસ નજીક આવેલી બુરહાની સોસાયટી સ્થિત એક ઘરમાં ઘુસીને ઇન્કમટેક્સ અધિકારી હોવાની ઓળખ આપીને લુંટ કરનારી ટોળકીના ચાર પૈકી બે ઝડપાયા હતાં. રોકડ અને મોબાઇલ મળીને 45 હજાર રૂપિયાના મુદ્દામાલની લુંટ મામલે પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.દાહોદ શહેરની બુરહાની સોસાયટીમાં રહેતાં શબ્બીરભાઇ લેનવાલાના ઘરમાં ઘુસીને મહારાષ્ટ્રના ચીખલી ગામના વિવેક માધવરાવ દેશમુખ અને વાસિમ ગામના સચિન રોહિતદાસ વાઘમારે, ચીખલી ગામના ભાગવત પાલકોર અને રિસોડ ગામનો ઇરસાદ નામક યુવકે ઘરમાં ઘુસીને ઇન્કમટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી હતી.

ત્યાર બાદ બંદૂક બતાવીને લુંટ આચરી હતી. જોકે,પરિવારે હિંમત બતાવતાં વિવેક અને સચિન ઝડપાઇ ગયા હતાં. શહેર પોલીસે બુધવારે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતાં. ટોળકીને બનાવટી કાર્ડ ક્યાં તૈયાર કરાવ્યા છે, દાહોદમાં ક્યાં રોકાયા હતાં, ક્યારે રેકી કરી હતી, તેમની સાથે હજી કોણ શામેલ છે, અગાઉ જિલ્લામાં આવો ગુનો આચર્યો છે કે નહીં તેની તપાસ કરવા માટેના મુદ્દા રજૂ કર્યા હતાં. પોલીસે વિવેક અને સચિનને છ દિવસ સુધી રિમાન્ડ ઉપર રાખવાની મંજુરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...