તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • 1.85 Lakh Vote Theft By Breaking Into A House In Govindatalai; Four Persons Were Booked For Theft And 2 Names Were Found

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ગોવિંદાતળાઇમાં ઘરમાં ઘૂસી રૂા.1.85 લાખની મતાની ચોરી; ચાર વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો દાખલ, 2ના નામ મળ્યાં

દાહોદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોકડ, સોના ચાંદીના દાગીના સહિતના વસ્તુઓની ચોરી

સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે એક મકાનમાં પ્રવેશીને ચાર યુવકોએ રોકડ અને દાગીના મળીને 1.85 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ચોરી મામલે બે યુવકોના નામની સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ચાર સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામે ચરપોટ ફળિયામાં રહેતા કાન્તીભાઈ મતાભાઈ બારીયાના મકાનમાં ગત તા.18મી જાન્યુઆરીના રોજ ચોરી થઇ હતી. ઘરમાં પ્રવેશેલા ચાર તસ્કરોએ કાન્તીભાઈના મકાનમાંથી રોકડા રૂપીયા 60,000, 50 હજારના ચાંદીના દાગીના તથા 75 હજાર રૂપિયાના સોનાના ઝુમ્મર, દોરો, લોકીટ તથા કાનની બુટ્ટીની ચોરી કરી હતી. ઘરમાંથી 1.85 લાખ રૂપિયાની ચોરી મામલે તપાસ કરતાં ભેદ ખુલ્યો હતો. તેમાં આ ચોરી દાહોદના એકનભાઈ રૂપાભાઈ ડીંડોર, કડકીયાભાઈ રાવલાભાઈ ભેદી તથા તેમની સાથે બીજા બે અજાણ્યા ઈસમો દ્વારા કરાઇ હોવાનું સામે આવ્યુ હતું. આ અંગે કાન્તીભાઈ મતાભાઈ બારીયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો