દાહોદ તાલુકાના કઠલા ગામે આમલી ફળીયામાં કાળી નદી નજીક વળાંકમાં અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર રસ્તા વચ્ચે અચાનક કુતરૂ આવી જતાં પુરપાટ દોડી આવતી મોટર સાયકલ સ્લીપ ખાઈ રોડના ડીવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ યુવાનને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
બાઈક સ્લીપ ખાઈને ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ
કઠલા ગામના પટેલ ફળિયામાં રહેતા 18 વર્ષીય અજયભાઈ બાબુભાઈ ડામોર પોતાની જીજે-20 બીએ-7673 નંબરની મોટર સાયકલ પર તેના ફળિયાના જ 18 વર્ષીય અજયભાઈ સુકીયાભાઈ ડામોરને પાછળ બેસાડી મોટર સાયકલ પુરઝડપે હંકારી લઈ જઈ રહ્યો હતો .તે દરમ્યાન કઠલા ગામે આમલી ફળિયામાં કાળી નદી નજીક વળાંકમાં અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ પર અચાનક રોડની વચ્ચે કુતરૂં આવી જતાં મોટર સાયકલ સ્લીપ ખાઈને રોડના ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં મોટર સાયકલ પર પાછળ બેઠેલ અજયભાઈ સુકીયાભાઈ ડામોરને શરીરે ઈજાઓ થવા પામી હતી .જયારે મોટર સાયકલ ચાલક અજયભાઈ બાબુભાઈ ડામોરને માથામાં તથા શરીરે ગંભીઈ ઈજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું.
અકસ્માતનો ગુનો નોંધવામા આવ્યો
ઘટનાની જાણ થતાં જ કતવારા પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત અજયભાઈ સુકીયાાઈ ડામોરને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી મરણ જનાર અજયભાઈ બાબુભાઈ ડામોરની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ સંદર્ભે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.