કાર્યવાહી:50 વર્ષિય કુટુંબી દ્વારા 17 વર્ષિય સગીરાનું લગ્ન માટે અપહરણ

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બપોરે ખેતરે ઘાસ લેવા જતાં ત્યાંથી ઉપાડી ગયો
  • કુટુંબમાં​​​​​​​ નિકાલ ન આવતાં 8 માસ બાદ ગુનો દાખલ

ધાનપુર તાલુકામાંથી 50 વર્ષિય કુટુંબી 17 વર્ષિય સગીરાનું લગ્ન કરવાના ઇરાદે 8 માસ પહેલાં અપહરણ કરી ગયો હતો. એક જ કુટુંબ હોવાથી નીકાલની વાતો ચાલતી હતી પરંતુ પરિણામ નહીં આવતાં સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ધાનપુર તાલુકાની 17 વર્ષિય સગીરા 15 જુન 2021ના રોજ બપોરના સમયે ખેતરે ઘાસ લેવા માટે ગઇ હતી. ત્યારે ત્યાંથી કુંટબી 50 વર્ષની ઉંમર ધરાવતો ચંદ્રસિંહ માનજીભાઇ ભુરિયા લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કરી ગયો હતો.

શોધખોળ બાદ પણ સગીરાનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. જોકે, બાદમાં આ બાબતની જાણ થતાં એક જ કુટુંબના હોવાથી આ અંગે સગીરા પાછી આપી દેવા અને સમાધાન કરવા અંગેની મસલતો ચાલી હતી. જોકે, આ બાબતે કોઇ જ નિકારણ આવ્યુ ન હતું. જેથી અંતે સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...