તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:દાહોદ જિલ્લામાં નવા 17 પોઝિટિવ કેસો નોંધાયા

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના 8 કેસો પૈકી 6 કેસ શહેરના
  • ઝાલોદના 5, બારીયા અને ગરબાડાના 2 -2 કેસ

તા.15ને મંગળવારે પણ કોરોના વધુ 17 કેસ નોંધાવા પામ્યા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ટેસ્ટ માટે 242 સેમ્પલો લેવાયા હતા તો રેપીડ ટેસ્ટના 2070 સેમ્પલો લેવાયા હતા. જે પૈકી રેગ્યુલર ટેસ્ટમાં 9 પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટમાં 8 પોઝિટિવ આવ્યા હતા.

મંગળવારે પોઝિટિવ આવેલ 17 કેસોમાં રાહુલભાઈ સિયા, સુનીતાબેન પાંડે, ગુંજનભાઈ પટેલ, કોમેન્દ્રભાઈ કોઠારી, વિદ્યાબેન કોઠારી, સિદ્ધાર્થ ડામોર, રાહુલ રાઠોડ, સિયા પરીખ અને હિરલ મોદી ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. તો તારાચંદ ભાટ, સુંદરસિંગ નાયક, સુરેન્દ્રસિંગ અન્સારી, રાજેશભાઈ સોઢા, વિપુલભાઈ ભાભોર, વસંતભાઈ સુથારીયા, ચંદ્રિકાબેન રાઠોડ અને શૈલેષભાઇ ડીંડોડ રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.

17 કેસો પૈકી દાહોદ તાલુકાના 8 કેસ પૈકી 6 કેસો શહેરી વિસ્તારના નોંધાયા હતા. તો સાથે ઝાલોદના 5 અને દેવગઢબારીયા અને ગરબાડાના 2 -2 કેસ આવ્યા હતા. મંગળવારે કુલ 15 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 196 હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનગ્રસ્ત કુલ 1431 કેસો નોંધાઈ ચુક્યા છે.

ઝાલોદ તાલુકામાં વધુ 4 સાથે કુલ 312 કેસ નોંધાયા
ઝાલોદ તાલુકામાં કુલ 312 જેટલા કોરોનાના કેશો નોંધાયા છે. વેપારી બાદ હવે સરકારી તથા સહકારી બૅન્કોમાં પગ પેસારો થતો જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા બૅન્ક ઓફ બરોડા અને પોસ્ટ ઓફિસના કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવતા કચરીઓ બંધ કરીને અન્ય કર્મીઓને ક્વોરન્ટાઈન કર્યા હતા. ત્યારે શનિવારેે ખાનગી વેપાર બૅન્કના પરિનભાઈ શેઠ અને વનીતભાઈ કોઠારી કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે વણિક સમાજના કુમેન્દ્રભાઈ કોઠારી બાથરૂમમાં પગ લપસતા ઇજાગ્રસ્ત થતાં મોત નિપજ્યાં હતા. ત્યારે સરકારી દવાખાનામાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરાતા પોઝિટવ આવ્યો હતો. આમ વણિક સમાજમાં કોરોનાના સાત કેશ નોંધાતા ફફડાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...