કોરોના અપડેટ:દાહોદ પોલીસ વડા અને તેમના પત્ની સહિત જિલ્લામા કોરોનાના નવા 17 કેસ નોંધાયા, કલેક્ટર, ડીડીઓનો રિપોર્ટ નેગેટિવ

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ અને બારીઆ ગ્રામ્યના મળી બે બાળકો પણ કોરોનાનો ભોગ બન્યા ગરબાડાની એક વર્ષીય બાળકી ICUમાં, ધાનપુરની બે વર્ષની બાળકી હોમ આઈસોલેશનમાં

દાહોદ જિલ્લામાં આજે એકસાથે 17 કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડા અને તેમની પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ અને દેવગઢ બારીઆ ગ્રામ્યના મળી બે બાળકો પણ પોઝિટિવ આવ્યા છે.

આર.ટી.પી.આર.ના 1846 પૈકી 13 અને રેપીડ ટેસ્ટના 452 પૈકી 4 મળી આજે કુલ 17 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. આ 17 પૈકી દાહોદ શહેર વિસ્તારમાંથીજ 16 અને એક દેવગઢ બારીઆ ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમા દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાંના સમાચાર સાથે દાહોદ શહેર સહિત જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

એસપીના સંપર્કમાં આવેલ અન્ય લોકોને પણ હોમ ક્વોરેન્ટાઈ કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ 17 કોરોના પોઝિટિવ કેસો પૈકી દાહોદમાં એક 7 વર્ષીય બાળક તેમજ દેવગઢ બારીઆ ગ્રામ્ય માથી મળી બે બાઇક પોઝિટિવ આવ્યા છે.

આ પહેલા ગરબાડા તાલુકાની એક વર્ષની બાળકી પોઝિટિવ આવી હતી જેને હાલ આઈસીયુમાં રાખવામાં આવી છે. ત્યારે ધાનપુર તાલુકામાંથી બે વર્ષની બાળખી પોઝિટિવ આવી હતી તેને અત્યારે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં બાળકોનો પણ સમાવેશ થતાં વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સંભવતઃ કોરોનાની ત્રીજી લહેરને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તેમાંય દાહોદ જિલ્લામાં રોજેરોજ કુદકેને ફુસકે વધતાં કોરોના પોઝિટિવ કેસોને પગલે આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

આમ, દાહોદ જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 57ને પાર થઈ ગઈ છે ત્યારે આજે એક દર્દી સાજાે થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આરોગ્ય વિભાગમાંથી જ રાહતના સમાચાર એ મળયા છે કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...