તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુ બચાવાયા:ધાનપુરના  કાકડખીલાથી કતલખાને લઈ જવાતી 16 ભેંસોને પોલીસે બચાવી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.80 લાખનુ પશુધન અને ટ્રક મળી 12.80 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામના ચેકપોસ્ટ ઉપરથી પોલીસે એક ટ્રકમાં ઠસોઠસ અને ક્રુરતા પુર્વક બાંધી રાખેલ અને કતલખાને લઈ જવાતી ૧૬ જીવીત ભેંસોને બચાવી લીધી હતી. ટ્રક ઝડપી પાડી ટ્રકના ચાલકની અટક કર્યાંનું જાણવા મળે છે. પોલીસે ભેંસો અને ટ્રકની કિંમત મળી કુલ રૂા.12,80,000નો મુદ્દામાલ કબજે કર્યોં છે.

ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર પોલીસના પોલીસ જવાનો કાકડખીલા ગામે ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી બાતમીમાં દર્શાવેલ ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રકને ચારેય તરફથી ઘેરી લીધી હતી. ટ્રકનો ચાલક ઈમ્તીયાઝ સુલેમાન ધાગોડીયા (રહે.ઉધાવળા, નાના ફળિયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ)ની પોલીસે અટકાયત કરી લીધી હતી. અને ટ્રકમાં તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

ટ્રકમાંથી જીવીત 16 ભેંસો મળી આવી હતી. આ ભેંસોને ક્રુરતાપુર્વક બાધી રાખલે હતી અને કોઈપણ ઘાસચારા કે, પાણીની સુવિધા પણ ન રાખી આ ભેંસોને કતલખાને લઈ જવાતી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ધાનપુર પોલીસે 16 ભેંસો કિંમત રૂ. 4,80,000 અને ટ્રકની કિંમત મળી કુલ રૂ.12,80,000નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ઝડપી પાડવામાં આવેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...