કાર્યવાહી:ઝાલોદમાં બે દુકાનમાંથી ચાઇનીઝ દોરીના 151 ફિરકા કબજે લેવાયા

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવીવાડીમાંથી ફિરકા સાથે 1 ને  ઝડપ્યો - Divya Bhaskar
નવીવાડીમાંથી ફિરકા સાથે 1 ને ઝડપ્યો
  • બંને વેપારી સામે જાહેરનામાના ભંગના ગુના દાખલ

દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરી શોધવા પોલીસે સંખ્યાબંધ દુકાનોનું ચેકિંગ કરી રહ્યું છે. પોલીસની ધોંસ વધ્યા છતાં કેટલાંક વેપારીઓ નફો રળી લેવા માટે હાલ પણ જીવલેણ ચાઇનીઝ દોરીનો વેપાર કરી રહ્યા છે ત્યારે ઝાલોદ પોલીસે ઝાલોદ નગરમાં બે જુદી જુદી જગ્યાએ આવેલ બે દુકાનોમાંથી રૂપિયા 51 હજાર ઉપરાંતની કિંમતના ચાઈનીઝ દોરીના નાના-મોટા ફીરકા નંગ-151 પકડી પાડ્યા હતાં. બંને દુકાનદારો સામે જાહેર ામાના ભંગ બદલ ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં પતંગ અને દોરીની દુકાનો ઉપર પોલીસ ચેકિંગ અને ચાંપતી નજર રાખી રહી છે. તે અંતર્ગત ઝાલોદ પોલીસે સાંજે 6.30 વાગ્યાના અરસામાં ઝાલોદ ગીતા મંદીર રોડ પર આવેલ સચીન મેન્સવેર નામની દુકાનમાં અને 7.30 વાગ્યાના અરસામાં ઝાલોદ બસ સ્ટેશન ચોકડી નજીક મળી બે સ્થળે તપાસ હાથ ધરી હતી.

ત્યારે ઝાલોદ ગીતામંદીર રોડ પર આવેલ સચીન મેન્સવેર નામની દુકાનમાંથી રૂા. 16000ની કિંમતના પ્રતિબંધિત એવા ચાઈનીઝ દોરીના ફીરકા નંગ-50 તથા બસ સ્ટેન્ડ ચોકડી નજીક માળીના શોપીંગ સેન્ટરમાં આવેલ દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. 35000ની ચાઈનીઝ દોરીના ફીરકા નંગ-101 કબજે લીધા હતા આમ ઝાલોદ પોલીસે એક જ દિવસમાં રૂા. 51500ની કિંમતની ચાઈનીઝ દોરીના નાના મોટા ફીરકા નંગ-151 કબજે લીધા હતા. બંને દુકાનદારોની અટકાયત કરી હતી.

શહેરામાં 60 ફિરકા સાથે 1 ઇસમને ઝડપી પાડ્યો
શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપૂતને ચોક્કસ બાતમી મળી હતી કે નવીવાડી ગામના મુવાડી ફળિયામાં રહેતો સંજય માછી તેના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે શહેરા પોલીસ મથકની સર્વેલન્સ ટીમના માણસોએ નવીવાડી ગામે બાતમીવાળા ઈસમના ઘરે જઈ તપાસ કરતા ત્યાંથી જીવલેણ ગણાતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો.

જેની ગણતરી કરતા પોલીસે ચાઈનીઝ દોરીના 60 નંગ ફિરકા જેની કિંમત રૂ.30,000ના મુદ્દામાલ સાથે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સંજય માછીને ઝડપી પાડી તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...