મોત વ્હાલુ કર્યુ:ઝાલોદના મુંડાહેડાના 14 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાડ પર ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે એક 14 વર્ષીય સગીરાએ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ઝાડ પર ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે સાજા ફળિયામાં રહેતી 14 વર્ષીય સગીરાએ અગમ્યકારણોસર સાજા તળાવના કિનારે આવેલા તેમના ખેતરના છેડા ઉપર આવેલ એક ઝાડ ઉપર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. 14 વર્ષીય સગીરાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે મૃતક સગીરાના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

આ સંબંધે ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે સાજા ફળિયામાં રહેતાં હુરસીંગભાઈ સમસુભાઈ બિલવાળે ચાકલીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...