તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • 14 Teachers Of Dahod District Will Be Honored On Teacher's Day, 3 Teachers Of The District And 11 Teachers Of The Taluka Will Be Included.

આયોજન:શિક્ષક દિને દાહોદ જિલ્લાના 14 ગુરુજનોનું સન્માન કરાશે, જિલ્લાના 3 અને તાલુકાના 11 શિક્ષકોનો સમાવેશ

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિને મનાવતા શિક્ષક દિન નિમિત્તે બાળકોના સર્વાંગી ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપવા અને આ શિક્ષકોની લોકસેવાને બિરદાવવા પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે કાર્યક્રમ યોજાશે. શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 14 શિક્ષકોનું સન્માન કરાશે.

જેમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં ટાંડી વર્ગ પ્રા.શાળાના હિતેશકુમાર પટેલ, ડબલારા પ્રા.શાળાના રવિન્દ્રકુમાર પ્રજાપત, આગાવાડા મુખ્ય પ્રા.શાળાના ચંદુભાઇ ભાભોર અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં દેસાઇવાડા પ્રા.શાળાના નિલમબેન જાદવ, આગાવાડા પ્રા.શાળાના નરેશભાઇ મકવાણા, ગાંગરડા પ્રા.શાળાના વિષ્ણુભાઇ જોષી, ભે પ્રા.શાળાના અજયકુમાર પાટડિયા, ભીતોડી પ્રા.શાળાના શંકરભાઇ કટારા, જુના વડિયા પ્રા.શાળાના કિશોરકુમાર રાઠોડ, આંબા પ્રા.શાળાના ભદ્રેશકુમાર સથવારા, મલેકપુર પ્રા.શાળાના રાજેશભાઇ બારિયા, પંચેલા પ્રા.શાળાના જયપ્રકાશભાઇ પટેલ,નાડાતોડ પ્રા.શાળાના નરસિંહભાઇ પ્રજાપતિ અને બોઘડવા પ્રા.શાળાના ભરતકુમાર પટેલનું સન્માન કરશે. કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે દ્વારા જણાવાયું છે.

મહીસાગરના 7 શિક્ષકો પારિતોષિક માટે જાહેર
2021ના મહીસાગર જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 આણંદની શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિના અધ્યક્ષ દ્વારા જાહેર કર્યા હોવાનું શિક્ષણાધિકારી દ્વારા જણાવ્‍યું છે. શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 જિલ્લામાંથી તાલુકા કક્ષાએ 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ 4 શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા કક્ષા માટે પ્રાથમિક શાળાના શિક્ષકોમાંથી 2 શિક્ષક, સી.આર.સી. / બી.આર.સી. / કેળવણી નિરીક્ષક / એચટાટ આચાર્ય કેટેગરીમાં 1 શિક્ષક અને માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી 1 શિક્ષકની પસંદગી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...