સ્વચ્છતા માટે સુવિધા:દાહોદને સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં ડોર ટુ ડોર કચરા કલેકશન માટે 14 નવા વાહનો મળ્યા, મંત્રી અને સાંસદના હસ્તે લોકાર્પણ કરાયુ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુકો અને ભીનો કચરો જુદો લઇ જવાનો હોવાથી શહેરીજનોએ પણ કચરો જુદો જુદો આપવો પડશે

દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આજે 14 નવા વાહનો ફળવાયા હતા. જેમાં બીનો કચરો અને સુકો કચરો જુદો જુદો લઇ જવાની વ્યવસ્થા છે. આ વહનોને સાંસદ અને રાજ્યમંત્રીના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યુ છે.આ પ્રસંગે ભાજપાના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ શહેરમાં હાલમાં સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.તેને કારણે શહેરીજનોને અસુવિધાનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે શહેરમાં આગામી સમયમાં વિકાસના નવા સોપાન સર થયેલા નજરે પડશે તેમ લાગી રહ્યુ છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ સહિતની પાઇપ લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે છાબ તળાવના બ્યુટીફીકેશનનો પ્રોજેક્ટ પણ શરુ થઇ ચુક્યો છે. આ સિવાય પણ અન્ય પ્રોજેક્ટ માટે ટેન્ડરીંગની પ્રક્રિયા ચાલી રહી છે.

દાહોદ શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહી છે. તેમાં વાહનોના અભાવે સેવા ખોડંગાતી હતી તેમજ કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થતાં હતા. ટ્રેક્ટરોમાં કચરો લઇ જતી વેળાએ શહેરમાં સરેઆમ કચરો અને ગંદકી ફેલાતી હતી. જેને કારણે દુર્ગંધ પણ સહન કરવાનો વારો આવતો હતો.

આજે તારીખ 24 જુલાઇના રોજ ડોર ટુ ડોર કચરા કલેકેશન માટેના ખાસ તૈયાર કરેલા 14 વાહનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં બીનો કચરો અને સૂકો કચરો લઇ જવા માટે જુદા જુદા ખાના આપેલા હોવાથી શહેરીજનોએ પણ હવે તે પ્રમાણે બીનો અને સુકો કચરો જુદો જુદો આપવાનો રહેશે.જો તેમ કરવામાં આવશે તો જ આ સુવિધા સાર્થક નીવડશે.આજે સાંજે 5 કલાકે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોોર તેમજ અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ 14 વાહનોોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.મહાનુભાવેએ લીલી ઝંડી બતાવી વાહનોને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...