ખળભળાટ:દાહોદ ભાજપના ‘129 ફતેપુરા વિધાનસભા’ નામના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મૂકાતા વિવાદ; સભ્યોએ નારાજગી વ્યક્ત કરી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અશ્લીલ ફોટોની પોસ્ટ વાયુવેગે પ્રસરતાં ચર્ચાનો વિષય બન્યો

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ગ્રુપમાં ફરી એકવાર ગ્રુપના મેમ્બર દ્વારા અશ્લીલ ફોટા પોસ્ટ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ગ્રુપમાં યુવાન મહિલા સહીત સભ્યો હોવા છતાં પણ આવી અશ્લીલ ફોટાની પોસ્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ અગાઉ લીમખેડા સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લિલ ફોટા પોસ્ટ કર્યા હોવાની હજી સ્હાઇ સુકાઇ નથી, ત્યારે ગતરોજ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના 129 ફતેપુરા વિધાનસભા ગ્રુપના એડમિન છે.

ભાજપના અગ્રણીઓ સહિત જિલ્લા તાલુકા સભ્યો અને કાર્યકર્તાઓ સરપંચ મહિલાઓ ભાઈ- બહેનો સહિત 255 સભ્યો ધરાવતું આ સોશિયલ મીડિયા ગ્રુપ વિકાસના કામોની ગતિ તેજ કરવા માટે ગ્રુપ બનાવવામા આવ્યું છે. તેમાં દરરોજ વિકાસના કામોની પોસ્ટ મૂકવામાં આવતી હતી. પરંતુ ગત રોજ ગ્રુપ મેમ્બર્સના એક સભ્ય દ્વારા રાત્રિના નવ વાગ્યાના અરસામાં “129 ફતેપુરા વિધાનસભા’ના આ ગ્રુપમાં અશ્લીલ ફોટાને પોસ્ટ મુકાતાં મહિલા સભ્યોએ સોશિયલ મીડિયા ગ્રુપમાં ફિટકાર વરસાવી હતી. તેને થોડીવારમાં જ રિમૂવ કરવામાં આવ્યો હતો.

તેમજ કેટલાંક સભ્યોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સભ્યનો મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હોવાનું પણ આ ગ્રુપમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ આ સભ્ય દ્વારા પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કર્યો હોવાની પણ પોસ્ટ મૂકવામાં આવી છે. આમ વિધાનસભા ગ્રૂપમાં અશ્લીલ ફોટો પોસ્ટ મુકાયા હોવાની વાયુવેગે પ્રસરતા ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...