પોલીસ કાર્યવાહી:લીમખેડાના પાણીયા પાસેથી સ્કોર્પિયોમાં લઈ જવાતો 1.19 લાખનો દારુ ઝડપાયો

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક ફરાર થઈ ગયો,વાહન સાથે 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે પોલીસે તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન એક સ્કોર્પીયોમાંથી વિદેશી દારૂનો કુલ રૂા.1,19,280ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 4,19,280નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જ્યારે પોલીસને જોઈ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.

લીમખેડા પોલીસને મળેલી બાતમીના આધારે પાણીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક સ્કોર્પીયો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી.ગાડી નજીક આવતાંની સાથે ગાડીનો ચાલક પોલીસને જોઈ ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો.

પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 1344 કિંમત રૂા. 1,19,280ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 4,19,280નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...