તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:સરકારી ટેબલેટની વર્ષથી રાહ જોતા 1185 વિદ્યાર્થીઓ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1000 રૂપિયા ભરી નવજીવન કોલેજના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું
 • દાહોદમાં સરકારી સ્કીમ મુજબ વિદ્યાર્થીઓ દ્વારા રૂા.1000 લેખે કુલ રૂા.11,85,000 ભરવામાં આવ્યા હતા

દાહોદની વિવિધ કોલેજોની જે તે ફેકલ્ટીઓમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ રૂ.1000 માં સરકારી યોજના હેઠળનું ઈ- ટેબલેટ મેળવવાની રાહ જોઈ રહ્યાં છે. સરકારી સ્કીમ મુજબ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે એક વર્ષ અગાઉ રૂ.1000 ભરીને ટેબલેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પૈસાનું રોકાણ કરી રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એક વર્ષ બાદ પણ હજુસુધી ટેબલેટ નહીં મળતા વિદ્યાર્થીઓ અટવાયા છે. બીજી તરફ ટેબલેટ વિતરણ ક્યારે કરવામાં આવશે તે બાબતે સંસ્થાઓના આચાર્યો પણ જવાબ આપવામાં મૂંઝવણ અનુભવી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફક્ત દા.અ.મ.સા. એજ્યુકેશન સોસા. ‌સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના જ 1185 વિદ્યાર્થીઓએ જ રૂ.1000 લેખે કુલ રૂ.11,85,000 ભરી ટેબલેટ મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ 1185 વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી લીધા તેમણે જમા કરાવેલા રૂ.11.85 લાખ પણ એક વર્ષ પહેલા તા.1 જાન્યુ.2020ના રોજ રૂ.11.21 લાખ અને તા.3 ફેબ્રુ.2020 ના રોજ અન્ય રૂ.64,000 મોકલી દેવાયા છે. અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ક્યારના ટેબલેટ મળી ગયા છે ત્યારે દાહોદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત રહ્યાં હોઈ આચાર્યની ઓફિસે દરરોજ પૃચ્છા આદરે છે. સાથેસાથે વર્તમાન શૈક્ષણિક સત્ર પુરું થવામાં પણ હવે ઓછો‌ સમય બાકી રહ્યો છે.

દરરોજ વિદ્યાર્થી પૂછપરછ માટે આવે છે
2019-2020ના પ્રથમ વર્ષના આશરે 1500 પૈકી 1185 વિદ્યાર્થીઓએ રૂપિયા એક- એક હજાર ભરીને ટેબલેટનું બુકીંગ કરાવેલું. જે હજુ સુધી તેમને નહીં મળતાં દરરોજ અનેક વિદ્યાર્થીઓ આ બાબતે પૂછપરછ કરવા આવે છે. તો સરકારે સત્વરે નિર્ણય લઈ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. >ડો.બી.સી.ચૌધરી, આચાર્ય, નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ

પૈસા ભર્યા બાદ ટેબલેટ મળવું જ જોઈએ
હું સામાન્ય પરિવારમાંથી આવું છું. એક વર્ષ પહેલાં 1000 રૂ. ભરીને ટેબલેટ બુક કરાવેલું પણ હજી સુધી અમને એ મળ્યું નથી. તો સરકાર અમને ટેબલેટ આપે અથવા તો વ્યાજ સાથે અમારા બધાના પૈસા પરત કરે તેવી અમારી માગ છે. - સંજય સંગાડા, બી.એ. બીજા વર્ષનો વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો