દારૂની હેરાફેરી:દાહોદના આગાવાડા પાસેથી ઈક્કોમાં લઈ જવાતો 1.12 લાખનો વિદેશી દારુ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બુટલેગર ઝડપાયા, એમ.પીનો વેપારી ફરાર, ગાડી સાથે 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તાલુકાના આગાવાડ ગામેથી પોલીસે એક ઈક્કો ગાડીમાંથી વિદેશી દારૂના કુલ રૂ. 1 લાખ 12 હજાર 608ના જથ્થા સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટક કરી હતી. જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે ગાડીની કિંમત મળી કુલ રૂ. 2 લાખ 66 હજાર 108નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

દાહોદ તાલુકાના કતવારા પોલીસને મળેલા બાતમીના આધારે આગાવાડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક ઈક્કો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે ગાડીને પોલીસે ચારેય તરફથી ઘેરી લીધી હતી.

ગાડીમાં સવાર ત્રણ પૈકી મધ્યપ્રદેશના ઠેકાનો માલિક પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પોલીસે ગાડીમાં સવાર મહેશ ભુરસીંગભાઈ સંગાડા (રહે. સંગાડા ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને બીપીન ભરતભાઈ ભુરીયા (રહે. પસાયા ફળિયું, બીલાવાણી, તા. ઝાલોદ, જિ.દાહોદ)ને પોલીસે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.864 કિંમત 1 લાખ 12 હજાર 608ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા, 2 લાખ 66 હજાર 108નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...