તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન છેતરપિંડી:ધાનપુરના ભોરવામા પોલીસી ચાલુ કરવા ફોન કરી 1.10 લાખની છેતરપિંડી

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્ક ના ખાતેદાર સાથે મળી ઓનલાઈન નાણા પડાવી લેતા ફરિયાદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતા ધારક સહિત અન્ય ત્રણ મોબાઈલ નંબરના ધારકોએ એક વ્યક્તિને મોબાઈલ પર ફોન કરી વિશ્વાસમ્ લીધો હતો.તેમને પોલીસી ચાલુ કરી આપવા તેમજ રીફંડ આપવાની લાલચ આપી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂા.1,10,830ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ભોરવા ગામે ડોઝગર ફળિયામાં રહેતાં ગોપસીંગભાઈ કેસરસીંગ લવારને ગત તા.ગત 9 ઓગસ્ટ થી તારીખ 25 ના સમયગાળા દમ્યાન તેઓને મોબાઈલ ફોન માધ્યમથી આઈસીઆઈસીઆઈ બેન્કના એક ખાતેદાર તથા ત્રણ જેટલા મોબાઈલના ધારકોએ ફોન કરી જણાવ્યું હતું . ગોપસીંગભાઈની બંન્ને પોલીસી ચાલુ કરી આપશે અને તેમને રીફંડ પણ આપવામાં આવશે.

આ લાલચ આપી અવાર નવાર ગોસીંગભાઈના મોબાઈલ ફોન પર ફોન કરતાં હતાં અને ગોપસીંગભાઈને વિશ્વાસમાં લઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે અલગ અલગ સમયે અલગ અલગ રકમ મળી કુલ રૂા.1,10,830 આઈસીઆઈસીઆઈ બેન્કના એકાઉન્ટમાં ભરાવડાવી ગોપસીંગભાઈ સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં આ સંબંધે ગોપસીંગભાઈ કેસરસીંગ લવાર દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...