દાહોદની મહિલાઓનું સાહસ:ચીલાકોટાની 11 મહિલાઓએ પહેલાં ગામને સોલારથી પાણી આપ્યું, હવે બચેલી વીજળીથી અનાજ દળવાની ઘંટી શરૂ કરી

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદના ચીલાકોટમાં પાણી સમિતિ મહિલાઓ જ ચલાવે છે, સોલારથી પાણી પહોંચાડે છે - Divya Bhaskar
દાહોદના ચીલાકોટમાં પાણી સમિતિ મહિલાઓ જ ચલાવે છે, સોલારથી પાણી પહોંચાડે છે
  • પીવાના પાણી માટે સોલાર 3 કલાક જ ચાલે છે જેથી બાકીના 5 કલાકની વીજળી અનાજ દળવામાં વાપરે છે

દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામના ધેડ ફળિયાની મહિલાઓને બેડલા લઇને પાણી ભરવા જવું પડતુ હતું. સીની સંસ્થા અને સસ્ટેન પ્લસના સહયોગથી ફળિયામાં પીવાના પાણી માટે સોલાર સિસ્ટમ લગાવવાનું નક્કી થયુ હતું પણ તેની નિભાવણીનો મોટો પ્રશ્ન આવ્યો હતો. આ ફળિયામાં રહેતી મહિલાઓએ તે માટેની તત્પરતા બતાવતા 11 મહિલાઓની પાણી સમિતિ બનાવા હતી. પાણીની સમસ્યાથી મુક્તિનો માર્ગ મળતાં ફળિયાની મહિલાઓએ તે રાહે ચાલી પડી હતી પણ સફર આસાન ન હતો.

સૌર ઉર્જાથી અનાજ દળવાની ઘંટીના ઉદ્ઘાટન ટાંણે ભેગા થયેલા લોકો
સૌર ઉર્જાથી અનાજ દળવાની ઘંટીના ઉદ્ઘાટન ટાંણે ભેગા થયેલા લોકો

વર્ષ 2020માં સોલાર સિસ્ટમ લાગ્યા બાદ અનિયમીત વીજ પુરવઠાની સમસ્યાનો અંત આવી ગયો પણ તેની નીભાવણી માટે મહિલાઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અંતે વાસ્મો તરફથી ફળિયાના 23 ઘર સુધી કનેક્શન નાખી દેવાતા ઘર આંગણે પાણી મળતુ થઇ ગયું. સોલાર સિસ્ટમ આઠ કલાક ચાલે તેટલી ક્ષમતા ધરાવે છે. સોલાર માથી દિવસ દરમ્યાન પીવાના પાણી માટે ત્રણ કલાક જ ઉપયોગ થતો હતો અને બાકી ના પાંચ કલાક સોલાર ઉર્જાનો ઉપયોગ થતો ન હતો.

મહિલાઓને અનાજ દળાવવા માટે ઘરથી દુર જવુ પડતુ હતુ ત્યારે સોલારના બાકી બચતા પાંચ કલાકના સદઉપયોગ માટે ફળિયાના લોકોના સહયોગથી અનાજ દળવાની ઘંટી શરૂ કરવાનો વીચાર કરાયો હતો.25મી તારીખના રોજ મહિલાઓની મજબુત પાણી સમિતિને કારણે અનાજ દળવાની ઘંટીનું ઉદ્ઘાટન પણ કરી દેવાયુ હતું. પાણીના બેડલાથી મુક્તિ બાદ મહિલાઓએ સોલારની મદદથી હવે માથે અનાજના ડબ્બા ઉંચકવામાંથી પણ મુક્તિ મેળવી હતી.

આ પહેલ અન્યો માટે પણ ઉદાહરણરૂપ બની છે
પાણી સમિતિની મહિલાઓ તથા ફળિયાના તમામ સભ્યના દ્રઢ નિશ્ચય અને એકતાને કારણે મહિલાઓને પાણી માટેની દડમજલમાંથી મુક્તિ મળી હતી. સૌર ઉર્જાથી ચાલતી પીવાના પાણીની યોજનાના ઉપયોગ બાદ બચેલી ઉર્જાના સદઉપયોગના પાણી સમિતિની મહિલાઓના અનાજ દળવાની ઘંટી નાખવાના વીચારને સાર્થકતા મળી છે. આ પહેલ અન્યો માટે પણ ઉદાહરરૂપ બની શકે છે.-શક્તિપાવા મહારાણા,આસિ. કોઓર્ડિનેટર,CLNL

અન્ય સમાચારો પણ છે...