પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મકરસંક્રાતિનો પર્વની અાજે ઉધીયું, જલેબી અને ધાબા પરથી પંતગ ઉડાવીને કરશે. ગોધરા અને દાહોદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો અને મોટા શહેરોના બજારમાં પતંગના ભાવમાં વધારાની હાલ બજારોમાં ઘરાકી ઓછી રહી છે. પરંતુ લોકો તહેવાર મનાવવા ખરીદી કરશે અને બજારમાં તેજી જોવા મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા હતા. અને પર્વની અાગલી રાતે ધરાકી નીકળતા વેપારીઅોમાં ખુશી જોવા મળી હતી.
મક્રરસંકાંતિના દિવસે દાન પૂણ્યનો પણ મહિમા હોવાથી લોકો પશુઅોને ધાસચારો સહીતની વસ્તુઅો ખવડાતા હોવાની સાથે ગરીબોને અનાજ તથા કપડાનું પણ દાન કરશે. પર્વના દિવસે અેક સામટુ વધુ પ્રમાણમાં ખોરાક પશુઅોને અાપવાથી અાફરા ચઢવાના કેસો બનતા હોય છે.
જેથી અાવા પશુઅોમાં અાફરાના કેસની સારવાર કરવા માટે પશુ વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવામાં અાવી છે. જયારે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેપાર લગામ લગાવીને પોલીસે ચાઇનીઝ દોરીના કેસ નોધીને 650 ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.
કરૂણા અભિયાને ચલાવા શે
પતંગ ઉડાડવાની મજા ઘણી વખત નિર્દોષ પક્ષીઓ માટે સજા બની જાય છે. પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોવાથી તેઅોની સારવાર કરવા કરૂણા અભિયાણ ચલાવવામાં અાવશે. જિલ્લામાં ગોધરા તાલુકામાં 7 ટીમ, મોરવા(હ) તાલુકામાં 2, શહેરા તાલુકામંા 4 ટીમ, કાલોલ તાલુકામાં 2 ટીમ, હાલોલ તાલુકામાં 2 ટીમ તથા જાંબુઘોડા તાલુકામાં 2 ટીમ કાર્યરત રહીને ધાયલ પક્ષીઅોને તાત્કાલિક સારવાર મળી તેવી સુવિધા પશુપાલન વિભાગે ઉભી કરી છે. તેમજ વીજ તંત્ર પણ કાર્યરત રહેશે.
શનિ કરતાં રવિવારે સારી હવાના અણસાર
દાહોદ જિલ્લામાં શનિવારના રોજ પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાકે રહેવાના અણસાર છે. પવન સારો રહેતા ઠુમકા ઓછા મારવા પડશે. ત્યારે શનિવાર કરતાં રવિવારના રોજ સારો પવન રહેશે. રવિવારના રોજ 13 કિમી પ્રતિ કલાકે પવન રહેવાના અણસાર છે.
પવન સારો રહેતાં પતંગ રસિયાઅોને મજા અાવશે
14 અને 15 જાન્યુઆરીએ પવન 11 થી 18 કિ.મી. પ્રતિ કલાકની ગતિનો રહેશે. એટલું જ નહીં, બંને દિવસ મહત્તમ તાપમાન 26 થી 28 ડીગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેશે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જવાની રસિયાઓ ફરિયાદ કરતા હતા, એ આ વખતે દૂર થઈ જશે તેવું ખાનગી હવામાન વિભાગની અેક્યુ વેધરની સાઇટ પર જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.