ફરિયાદ:દાહોદમાં 2.95 લાખના 11 લાખ આપ્યા છતાં ઉઘરાણીથી ત્રસ્ત વૃદ્ધની ફરિયાદ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 ટકાના વ્યાજે ટુકડે-ટુકડે રૂપિયા લીધા હતા ઃ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો

દાહોદ માં 8 ટકાના વ્યાજે ટુકડે-ટુકડે લીધેલા 2.95 લાખ ના 11 લાખ આપી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા મારામારી કરવાની ધમકી આપતી હતી. ઉઘરાણીથી ત્રસ્ત વૃદ્ધે અંતે એ ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો.

દાહોદ માં અલબાબજી એપાર્ટમેન્ટમાં રહેતાં 58 વર્ષિય મન્સુર જૈનુદ્દીનટીનવાલાએ મારવાડી ચાલમાં રહેતા રાજુભાઇ ઉદેસિંગ સાંસી પાસેથી પોતાની જરૂરિયાત મુજબ ટુકડે-ટુકડે 8 ટકાના વ્યાજે 2.95 લાખ લીધા હતાં. મન્સુરભાઇ એક માસમાં 23600 રૂપિયા વ્યાજ પેટે છેલ્લા પાંચ વર્ષથી ચૂકવતા હતાં. મન્સુરભાઇએ 2.95 લાખ ના 11 લાખ રૂપિયા આપી દીધા હતા, તે છતાંય રાજુભાઇ હજી 3.50 લાખ રૂપિયા માંગતા હતા. આ સાથે મારામારી કરવાની ધમકી પણ આપતા હતાં.

હાલમાં પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડિયાની સૂચનાથી એસ.પી ના માર્ગદર્શનમાં વ્યાજખોરો સામે કાર્યવાહીની ઘોષણા કરી છે, ત્યારે મન્સુરભાઇએ આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ કે.એન લાઠિયાનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે કે.એન લાઠિયાએ હૈયા ધારણા આપીને મન્સુરભાઇની ફરિયાદના આધારે રાજુભાઇ સામે ઇપીકો 504,506,384 તથા ગુજરાત નાણાં ધીરધાર કરનાર બાબત અધિનિયમ કલમ 40,42(એ) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...