ચોપડા અને દફતર વિતરણ:21ની ઉંમરે લગ્ન કરનાર 11 દીકરીઓને રૂપિયા1 હજારના ચેક આપી સન્માન, રાજપુર પ્રાથમિક શાળામાં અનોખી રીતે દીકરીઓનું સન્માન કર્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદની રાજપુર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોના વિદાય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાથે દીકરી સન્માન કાર્યક્રમનું આયોજન પણ કરાયુ હતું. જેમાં રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ તરફથી બાળલગ્ન અટકાવવાના આશયથી 21 વર્ષની ઉંમરે લગ્ન કરનાર દીકરીને એક હજાર રૂપિયાનો ચેક આપી વાલી અને દીકરીઓને સન્માનિત કરાઇ જેમાં કુલ 11 દીકરીઓને સન્માનિત કરાઇ હતી.

આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે શાળા કક્ષાએ કરવામાં આવશે. સાથે ધોરણ 1થી 8ના કુલ 33 બાળકોને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડથી સન્માનિત કરાયા હતી. ધોરણ 8 પૂર્ણ કરનાર કુલ-13 દીકરીઓને સરકારશ્રી તરફથી મળતા વિદ્યાલક્ષ્મી બોન્ડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન માટે યુનિવર્સલ વેલ્ફેર તરફથી શાળાને કુલ-13 ચણિયાચોળી ભેટમાં આપવામાં આવી. શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ પાસે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ગુરુ દક્ષિણામાં શાળાને કુલ એક લાખ રૂપિયા જેટલું દાન કરી બાળકોને ચોપડા અને દફતર વિતરણનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...