લમ્પી વાઇરસનો કહેર યથાવત:ફતેપુરા તાલુકામાં 11 પશુને અસર, 1 ગાયનું મોત, મોટીરેલ અને સરસ્વાપૂર્વમાં પશુઓ ભોગ બન્યા

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલા પંથકમાં સંભવિત અસરના ભયથી કેમ્પ યોજાયો

સમગ્ર ગુજરાતમા લંપી વાયરસે કહેર મચાવ્યો છે. અનેક અબોલા પશુઓના મોત નીપજ્યા હતા અને હજી પણ લંપી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ લંપી વાયરસના ઉથલાથી ફરી એક વખત પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. ફતેપુરાના સરસ્વા ગામે પણ 10 પશુને અસર સાથે એક પશુનું મોત નીપજ્યુ છે. આ સાથે કતવારા અને કઠલામાં પણ પશુઓને લમ્પી વાયરસની સંભવિત અસરના ભયથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફતેપુરા તાલુકામાં સૌ પ્રથમ પ્રથમ સરસ્વા ગામે લંપી વાયરસના 10થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં એક ગાયનું વાયરસના કારણે મોત નીપજ્યું હતું. ફતેપુરા તાલુકામાં પશુઓમાં વધતા જતા લંપી વાયરસથી પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વધતા જતા લંપી વાયરસ કેસમા સોમવારે વધુ એક પશુનું મોત નીપજ્યું હતું. ફતેપુરા તાલુકા મોટી રેલ તીખી ફળિયામા પણ બે બળદને લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. પશુઓમાં લંપી વાયરસ ન ફેલાય તે માટે તાલુકા પશુપાલકો વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ફતેપુરા તાલુકામાં અન્ય પશુઓમાં લંપી વાયરસ ન ફેલાય તે માટે તાલુકાના પશુપાલન વિભાગ દ્વારા પશુઓની તપાસ હાથ ધરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ સાથે કતવારા અને કઠલા વિસ્તારમાં લમ્પી સ્કિન ડિઝીજના રોગચાળાની પશુઓમાં સભવિત અસરને ધ્યાને લેતાં અગમચેતીના ભાગ રૂપે કતવારા પશુ દવાખાના દ્વારા ફળિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પશુપાલકોને લમ્પી સ્કિન ડિઝીઝ અન્વયે સાવચેતીના પગલા વિશે માહિતગાર કરાયા હતાં. આ સાથે કેમ્પમાં મેડીસીનલ, ડીવર્મિંગ તેમજ વેક્સીનેશની કામગીરી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...