તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં કોરોનાના 107 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો, એક્ટિવ કેસોની સંખ્યા 713 નોંધાઇ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં નવા 75 સંક્રમિતો નોંધાયા

બુધવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 75 કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં બુધવારે Rtpcr ટેસ્ટના 1316 સેમ્પલો પૈકી 43 અને રેપીડના 1157 સેમ્પલો પૈકી 32 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. દાહોદ જિલ્લામાં નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 14, દાહોદ ગ્રામ્યના 5, ઝાલોદ ગ્રામ્ય 3, દે.બારિયા અર્બન 5, દે.બારિયા ગ્રામ્ય 17, લીમખેડા 2, સીંગવડ 3, ગરબાડા 5, ધાનપુર 3, ફતેપુરા 16 અને સંજેલીના 2 નવા સંક્રમિતો નોંધાયા હતા.

આ સાથે જિલ્લામાં સાજા થયેલા 107 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 713 થઇ છે. તો જિલ્લામાં સારવાર પામતા વધુ 2 દર્દીઓના મૃત્યુ નોંધાતા કુલ 320 લોકોના મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...