તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજ્યના કેટલાંક વિભાગ સાથે જિલ્લાના પાડોશી રાજ્યના ઝાબુઆમાં પણ બર્ડ ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે દાહોદ જિલ્લા વહિવટી તંત્ર પણ ગંભીર બન્યુ છે. માટે દસ ટીમો બનાવીને દાહોદ જિલ્લામાં આવેલા મરઘા ફાર્મ હાઉસ અને તળાવો ઉપર યાયાવર પક્ષીઓ ઉપર નજર રાખી રહ્યું છે.
પશુ પાલન વિભાગે વન વિભાગનો સંપર્ક સાધીને સંકલનમાં રહેવા જણાવ્યુ છે. કલેક્ટર વીજય ખરાડીએ જણાવ્યુ હતું કે, દાહોદ જિલ્લામાં ઘનિષ્ઠ મરઘા ઘટકના ચાર ફાર્મમાં 6054 અને અન્ય 14 ફાર્મમાં 19200 મરઘા છે. જિલ્લામાં અત્યાર સુધી કોઇ બર્ડફ્લુથી પક્ષી મરણની ઘટના સામે આવી નથી. આ ઉપરાંત ફાર્મ હાઉસો ઉપર કામ કરતાં લોકોને શું કરવું, શું ન કરવું તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.