નજર હટી, દુર્ઘટના ઘટી:ઝાલોદમા બેન્કમાંથી 10 લાખ ઉપાડી બાઈકની બેગમાં મુક્યા, ભેજાબાજો નજર ચુકવી પૈસા ઉપાડી રફુચક્કર થઈ ગયા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાના આધારે પોલીસે બે યુવકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

ઝાલોદમાં બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ નજીક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ બેંન્કમાંથી રોકડા રૂપીયા 10 લાખ ઉપાડી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી મોટરસાઈકલની ચેન વાળી બેગમા મુકી પેટ્રોલ પંપ ઉપર ગયા હતા. કોઈ ભેજાબાજોએ નજર ચુકવી બેગમાંથી પ્લાસ્ટિકની થેલી કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. બે અજાણ્યા યુવકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

10 લાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી બાઈક પર ચેઈન વાળા થેલામા મુકી
ઝાલોદ તાલાના પેથાપુર ગામે સરકારી દવાખાના પાસે રહેતાં રમેશભાઈ માધવસિંહ નાયકે ઝાલોદ નગરમાં આવેલી બેંન્ક ઓફ બરોડાની શાખામાંથી રોકડા રૂપીયા 10 લાખ ઉપાડયા હતા. આ નાંણા પ્લાસ્ટીકની થેલીમાં ભરી પોતાની મોટરસાઈકલની ચેઈનવાળા થેલામાં મુકી રાખ્યાં હતાં.

થોડી વારમા ચકાસણી કરી તો નાંણા કોથળી ગાયબ
તેઓ કેનમાં ડીઝલ ભરાવવા તથા મોટરસાઈકલમાં પેટ્રોલ ભરાવવા નજીકના પેટ્રોલ પંપ ઉપર ગયાં હતાં. તે સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલની ચેનવાળી થેલીમાંથી રોકડા રૂપીયા ભરેલ 10 લાખની પ્લાસ્ટીકની થેલી રમેશભાઈની નજર ચુકવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.​​​​​​​ થોડીવાર બાદ રમેશભાઈએ ડીકીમાં પૈસાની ચકાસણી કરતાં પૈસાની થેલી ન જોવાતાં સ્થળ ઉપર ઉહાપોહ મચી ગયો હતો. આસપાસમાં તપાસ કરતાં ચોર ઈસમો નજરે પડ્યાં ન હતાં.

સફેદ ટી શર્ટ અને કાળા પેન્ટ પહેરેલા બે યુવકો શંકાના દાયરામાં
​​​​​​​
આ સંબંધે રમેશભાઈ માધવસિંહ નાયકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. જેમાં એક સફેદ ટી શર્ટ અને કાળુ પેન્ટ તેમજ અન્ય એક કાળા શર્ટ પેન્ટ પહેરેલા બે યુવકો સામે શંકાના આધારે ગુનો નોંધી ગંભીરતાને ધ્યાનમાં લઈ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...