ધરપકડ:મછેલાઇમાં બોલેરામાંથી દારૂની 816 બોટલો સાથે 1 ઝબ્બે, ચાલક ફરાર

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1,05,120 ની ઇંગ્લિશ દારૂ તથા મોબાઇલ અને બોલેરો મળી 3,10,120 નો મુદ્દામાલ

દાહોદ જિલ્લામાં સુચના મુજબ એલ.સી.બી. પી.આઇ. એમ.કે.ખાંટની સુચનામાં એલ.સી.બી. સ્ટાફના મનહરભાઇ રાધુભાઇ, હીરેન્દ્રસિંહ પ્રવીણભાઇ, દિનેશભા મોહનભાઇ સહિતના રણધીકપુર પોલીસ વિસ્તારમાં દારૂ અંગેની પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન નંબર વગરની બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી લને નાનીવાવથી મછેલાઇ ગામે રહેતા દિલીપ બળવંત લુહારના ઘરે ઉતારવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી.ની ટીમ મછેલાઇ ગામે વળાંકમાં વોચમાં હતી.

તે દરમિયાન બાતમીમા દર્શાવ્યા મુજબની બોલેરો ગાડી આવતાં પોલીસે ગાડી આડી કરતાં બોલેરોના ગાડી થોડે દૂર ઉભી રાખી ચાલક સીંગવડ તાલુકાના પહાડ ગામનો જશવંત ઉર્ફે કટાલો માનસીંગ હઠીલા નાસી ગયો હતો. જ્યારે તેની સાથેના લીમખેડા તાલુકાના મોટીવાવ ગામનો નરેશ રમણ ગણાવા ઝડપાઇ ગયો હતો. ગાડીમાં તપાસ કરતાં રૂ.1,05,120 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 24 બોટલો જેમાં 816 બોટલો મળી આવી હતી.

જથ્થો તથા 2 લાખની બોલેરો અને 5,000 રૂપિયાનો એક મોબાઇલ મળી કુલ 3,10,120 રૂપિાયનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સંદર્ભે એલ.સી.બી.ના મનહરભાઇ રાધુભાઇએ નરેશ રમણ ગણાવા, જશવંત ઉર્ફે કટાળો માનસીં હઠીલા તથા દીલીપ બળવંત લુહાર વિરૂદ્ધ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...